________________
૩૮૨
છે અને દર્શાવ્યું છે કે વિક્રમના મૃત્યુ પછી તેનું સિંહાસન એક ખેતરમાં છુપાવી દેવામાં આવ્યું હતું. તે ખેતરનો માલિક સિંહાસનના ચોતરા પર બેસી પોતાના ખેતરની દેખભાળ કરતો હતો. તે ખેતર ખૂબ જ ઉપજાઉ હતું. રાજા ભોજને આ ખબર પડી એટલે તેણે તે ખેતર ખરીદી લીધું અને તે ચોતરાને તોડાવી રાજા વિક્રમના ચમત્કારી સિંહાસનને મેળવ્યું. તે સિંહાસન પર બેસતાં પહેલાં ભોજને સિંહાસનની રક્ષા કરનારી બત્રીસ દેવીઓની પ્રશ્નાત્મક કથાઓ દ્વારા પોતાની પરીક્ષા આપવી પડી, તેમાં સફળ થયા પછી જ તે તેના ઉપર બેસી શક્યો. આ કથા દ્વારા વિક્રમાદિત્યના માહાત્મ્ય સમાન ભોજનું માહાત્મ્ય દર્શાવાયું છે.
ભોજના ચરિત્રને બીજા પ્રકારનાં જનાખ્યાનો સાથે ગૂંથીને સ્વતન્ત્ર કૃતિઓની પણ રચના કરવામાં આવી છે. તેમાં જૈનેતર રચનાઓમાં બલ્લાલકૃત ‘ભોજપ્રબંધ’ પ્રસિદ્ધ છે.
જૈન કાવ્યસાહિત્ય
૨
ભોજચરિત આ વિષયની જૈન કૃતિઓમાં રાજવલ્લભકૃત આ કૃતિ સૌથી પ્રાચીન છે. આ કૃતિ પાંચ પ્રસ્તાવોમાં વિભક્ત છે. તેમાં કુલ મળીને ૧૫૭૫ શ્લોકો છે. તેમાંથી ૩૫ અપભ્રંશમાં છે અને બાકીના સંસ્કૃતમાં છે. સંસ્કૃત શ્લોકોમાં પણ પ્રાકૃત શબ્દો ક્યાંક ક્યાંક મળે છે. શ્લોકો અધિકાંશ અનુષ્ટુપ્ છંદમાં છે પણ ક્યાંક ક્યાંક ઈન્દ્રવજા, ઉપેન્દ્રવજા, શાલિની, વસન્તતિલકા, શાર્દૂલવિક્રીડિત આદિ છંદોમાં નિબદ્ધ શ્લોકો બીજી કૃતિઓમાંથી ઉદ્ધરણરૂપે લીધેલા છે.
આમાં વર્ણવાયેલી લોકકથાઓનો આધાર, પ્રબન્ધચિન્તામણિ અને કથાસરિત્સાગર છે. સાહિત્યિક દૃષ્ટિએ આ રચના સાધારણ કોટિની છે. તેમાં અનેક ભાષાવિષયક તથા ભૌગોલિક ત્રુટિઓ ભરી પડી છે. પરંતુ ભોજના સંબંધમાં ત્રણ શીર્ષો (કપાલો) અને બે રાક્ષસો દ્વારા ચમત્કારિકતા દર્શાવાઈ છે. ભોજના પરકાયપ્રવેશની કથા ચોથા પ્રસ્તાવમાં આપવામાં આવી છે. પાંચમા પ્રસ્તાવમાં ભોજના પુત્રો દેવરાજ અને વત્સરાજનાં સાહસિક કાર્યોનું વર્ણન છે.
૧. એડગરટન, વિક્રમ્સ એડવેંચર્સ, હાર્વર્ડ ઓરિ. સિરીઝ, ૨૬, ઈ.સ.૧૯૨૬.
૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૨; ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી ડૉ. બહાદુરચન્દ્ર છાબડા
અને શંકરનારાયણન્ દ્વારા સંપાદિત, અંગ્રેજીમાં વિવરણાત્મક ટિપ્પણ, પ્રસ્તાવના, સં. ૨૦૨૦.
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org