SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જૈન કાવ્યસાહિત્ય કરી છે અને તે મળે પણ છે. આ બન્ને પ્રસંગો એક પ્રકારની અદ્ભુત કથાઓ વેતાલપંચવિંશતિકા – વિક્રમાદિત્યના ચમત્કારી જીવનવૃત્તની સાથે વેતાલની પચ્ચીસ કથાઓ બહુ પ્રાચીન કાળથી જોડાયેલી છે. ઉક્ત કથાઓ પર એક જૈન રચના પણ મળી છે, તેના કર્તા તપાગચ્છીય કુશલપ્રમોદના પ્રશિષ્ય અને વિવેકપ્રમોદના શિષ્ય સિંહપ્રમોદ છે. તેની રચના સં. ૧૬૦૨માં થઈ હતી. તેની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૬૨૦ની મળી છે. સિંહાસનત્કાત્રિશિકા – ગ્રન્થાઝ ૧૧૦૦ પ્રમાણ આ સંસ્કૃત કાવ્યની રચના તપાગચ્છીય દેવેન્દ્રસૂરિના શિષ્ય ક્ષેમકરગણિએ કરી છે. તેનો રચનાસંવત તો જ્ઞાત નથી પરંતુ એક પ્રાચીનતમ પ્રતિ. સં. ૧૪૭૮ની અને બીજી સં. ૧૫૧૪ની મળી છે. બીજી રચના સંસ્કૃત ગદ્યમાં છે. તેના કર્તા સમયસુન્દર છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૭૨૪ની મળી છે. સિદ્ધસેન દિવાકર નામથી કલ્પિત એક ઉક્ત નામની કૃતિનો ઉલ્લેખ મળે છે અને આ જ રીતે એક અજ્ઞાતકર્તક કૃતિનો પણ. દેવમૂર્તિકૃત વિક્રમચરિત્રના ૧૪મા સર્ગમાં ૧૧૪૦ પદ્યોમાં સિંહાસનદ્વત્રિશિકાની કથા આપવામાં આવી છે. આનો ગ્રન્થાગ્ર જિનરત્નકોશમાં ૬૨૬૬ આપ્યો છે, તે બરાબર નથી કારણ કે સંપૂર્ણ વિક્રમચરિત્રનો જ પ્રાગ્ર પ૩૦૦ દર્શાવાયો છે. | વિક્રમાદિત્યની જેમ જ પ્રત્યેકબુદ્ધ અંબડના જીવનની સાથે પણ અનેક ચમત્કારી કથાઓની જાળ ગૂંથીને જૈન કવિઓએ અનેક અંબચરિતોનું સર્જન કર્યું છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૬૫ ૨. એજન, પૃ. ૪૩૬ ૩. એજન ૪. એજન ૫. સિંહાસન દ્ધાત્રિશિકાનાં જૈન રૂપાન્તરોનું તુલનાત્મક અધ્યયન કરતો અને જૈનેતર રૂપોથી અંતર દર્શાવતો અમેરિકન વિદ્વાન ફ્રેંકલિન એડગરટને લખેલો “વિક્રમ્સ એડવેન્ચર્સ નામનો બૃહદ્ ગ્રન્થ છે – હાર્વર્ડ ઑરિએન્ટલ સિરીઝ, ૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy