SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ રોહિણ્યશોકચન્દ્રનૃપકથા તેનાં બીજાં નામો છે : રોહિણેયકથાનક, રોહિણીવ્રતકથા યા રોહિણીતપમાહાત્મ્ય. આમાં રોહિણીવ્રતના માહાત્મ્ય વિશેની કથા આપી છે. રોહિણી નક્ષત્રોમાં ચોથું નક્ષત્ર છે અને પ્રત્યેક મહિનામાં જે દિવસે તે ચન્દ્રમા સાથે સંપૃક્ત થાય છે તે દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરી સવારસાંજ પ્રતિક્રમણ કરે છે. આ વ્રત ૧૪ વર્ષ અને ૧૪ મહિના ચાલે છે. આ વ્રત ગુજરાતમાં સ્ત્રીઓ જ કરે છે પરંતુ આ કથામાં સ્ત્રીપુરુષ બન્નેએ આ વ્રતનું પાલન કરવાનું વિધાન છે તથા તેને ૭ વર્ષ અને ૭ મહિના સુધી પાલન કરવાનું કહ્યું છે. આ કૃતિની રચના તપાગચ્છીય વિજયસેનસૂરિના શિષ્ય સોમકુશલગણિના શિષ્ય કનકકુશલગણિએ સં. ૧૬૫૬માં કરી હતી. કનકકુશલે અન્ય અનેક લઘુકૃતિઓની રચના કરી છે. પૌષદશમીકથા – પૌષ મહિનાની કૃષ્ણ દશમીના દિવસે ભગવાન પાર્શ્વનાથનું જન્મકલ્યાણક છે. તે દિવસના વ્રતનું માહાત્મ્ય જણાવવા માટે શેઠ સૂરદત્તની કથા કહેવામાં આવી છે. તે અન્ય મતાવલંબી હતો અને દુર્ભાગ્યવશ તેની સારી નિધિ જતી રહેવાથી તે ગરીબ બની ગયો હતો. તેણે પૌષ કૃષ્ણ દશમીના દિવસે પાર્શ્વનાથની આરાધના કરીને સારી નિધિને પુનઃ પ્રાપ્ત કરી લીધી હતી. આ કથાનક ઉપર કોઈ જિનેન્દ્રસાગરે રચેલી’, દયાવિમલના શિષ્ય મુક્તિવિમલે રચેલી (સં. ૧૯૭૧) અને એક અજ્ઞાતકર્તાએ રચેલી કૃતિઓ મળે છે. મુક્તિવિમલની રચના સંસ્કૃત ગદ્યમાં છે. તેમાં વચ્ચે વચ્ચે અનેક સંસ્કૃત પો ઉદ્ભુત છે. જૈન કાવ્યસાહિત્ય મેરુત્રયોદશીકથા – માઘ કૃષ્ણ ત્રયોદશીને મેરુત્રયોદશી કહે છે. આ દિવસે પાંચ મેરુ પર્વતોની નાની આકૃતિ બનાવીને પૂજવાથી જે ફળ મળે છે તેનું માહાત્મ્ય રાજા અનન્તવીર્ય અને રાણી પ્રીતિમતીના પુત્ર પાંગુલની પંગુતા દૂર થઈ જવા દ્વારા દર્શાવ્યું છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૩૪; જૈન આત્માનન્દ સભા (ગ્રન્થાંક ૩૬), ભાવનગર, સં. ૧૯૦૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૨, આ કથાનો પૂરો અનુવાદ અને વિવરણ હેલેન એમ. જોનસને અમેરિકન ઓરિયન્ટલ સોસાયટીની પત્રિકાના ભાગ ૬૮, પૃ. ૧૬૮-૧૭૫માં પ્રકાશિત કરેલ છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૨૫૭ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા, બનારસથી પ્રકાશિત – પર્વકથાસંગ્રહ, ભાગ ૧, ૨૪૩૬. ૪. દયાવિમલ જૈન ગ્રન્થમાલા, અમદાવાદ, ૧૯૧૮-૧૯. Jain Education International For Private & Personal Use Only વીર સં. www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy