SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ તેમાં સૌથી પ્રાચીન નાણપંચમીકહાઓ નામનો ગ્રન્થ છે. તેમાં દસ કથાઓ સંકલિત કરવામાં આવી છે, તે કથાઓ છે – જયસેણકહા, નન્દકા, ભદ્દાકહા, વીરકહા, કમલાકહા, ગુણાણુરાગકહા, વિમલકા, ધરણકહા, દેવીકહા અને ભવિસ્સયત્તકહા. આખી રચનામાં ૨૮૦૪ ગાથાઓ છે. આ સંગ્રહગત ભવિસ્સયત્તકહાના કથાબીજને લઈને ધનપાલે અપભ્રંશમાં ભવિસયત્તકહા યા સૂર્યપંચમીકહા નામનું મહત્ત્વપૂર્ણ કાવ્ય લખ્યું છે, અને તેનું સંસ્કૃત રૂપાન્તર મેઘવિજયગણિએ ભવિષ્યદત્તચરિત્ર નામથી રજૂ કર્યું છે. આ સૌથી પ્રાચીન નાણપંચમીકહાઓ કૃતિના કર્તા સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિ છે. તેમના વિશે વિશેષ કોઈ જાણકારી નથી. આ કૃતિની સૌથી પ્રાચીન તાડપત્રીય પ્રતિ વિ.સં.૧૧૦૯ની પાટણના સંધવી ભંડારમાંથી મળી છે. તેથી અનુમાન થાય છે કે રચના તેનાથી પણ પુરાણી છે. મહેશ્વરસૂરિને જ ભૂલથી મહેન્દ્રસૂરિ લખીને ઉક્તકર્તૃક ભવિષ્યદત્તકથાની ભવિષ્યદત્તાખ્યાન નામથી કેટલીક પ્રતિઓ પણ મળી H જૈન કાવ્યસાહિત્ય તેરમી-ચૌદમી સદીમાં આ કથાને લઈને સંસ્કૃત કે પ્રાકૃતમાં સંભવતઃ કોઈ રચના કરવામાં આવી નથી. પંદરમી સદીમાં શ્રીધર નામના દિગંબર વિદ્વાને સંસ્કૃતમાં ભવિષ્યદત્તચરિત્રની રચના કરી છે, તેની હસ્તપ્રત સં. ૧૪૮૬ની મળી છે, તેથી આ રચના તે પૂર્વેની અવશ્ય છે. સત્તરમી સદીના પ્રારંભમાં ઉપાધ્યાય પદ્મસુન્દરે પણ એક ભવિષ્યદત્તરિતની રચના કાર્તિક સુદી ૫ સં. ૧૬૧૪માં કરી હતી. આ જ સદીના ઉત્તરાર્ધમાં તપાગચ્છીય કનકકુશલે કાર્તિક શુક્લ પંચમીના દિવસે જ્ઞાનશ્રુતનું માહાત્મ્ય દર્શાવવા માટે કોઢિયા વરદત્ત અને ગૂંગી ગુણમંજરીની કથા બહુ રોચક રૂપે નિબદ્ધ કરી છે, તેને વરદત્તગુણમંજરીકથા, ગુણમંજરીકથા, સૌભાગ્યપંચમીકથા, જ્ઞાનપંચમીકથા અને કાર્તિકશુક્લપંચમીકથા પણ કહેવામાં આવે છે. કેટલાક વિદ્વાનો આ વિભિન્ન નામોને કારણે વિભિન્ન કૃતિઓ માની બેઠા છે પણ તે ભ્રમ છે. કનકકુશલની આ કૃતિ ૧૫૨ શ્લોકોની છે અને સં. ૧૯૫૫માં તેની રચના ૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨૫, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, સં. ૨૦૦૫. ૨. અનેકાન્ત, જૂન ૧૯૪૧, પૃ. ૩૫૦. ૩. એલક પન્નાલાલ સરસ્વતી ભવનમાં સં. ૧૬૧૫ની હસ્તપ્રત; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૯૬, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy