________________
૧૬
આપણા આલોચ્ય યુગના જૈન કાવ્યસાહિત્ય ઉપર વિશેષ રૂપે પડ્યો છે. જૈન કાવ્યકારોનો દૃષ્ટિકોણ, આ સાહિત્યને જોવાથી સ્પષ્ટ જણાય છે કે ધાર્મિક હતો. જૈનધર્મના આચાર-વિચારોને રમણીય રીતે અને રોચક શૈલીમાં રજૂ કરી ધાર્મિક ચેતના અને ભક્તિભાવનાને જાગ્રત કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ હતો.. જૈન કવિઓએ જૈન કાવ્યોનું સર્જન એક બાજુ સ્વાન્તઃસુખાય કર્યું છે તો બીજી બાજુ કોમલમતિ જનતા સુધી જૈનધર્મના ઉપદેશોને પહોંચાડવા માટે કર્યું છે. આના માટે તેમણે ધર્મકથાનુયોગ યા પ્રથમાનુયોગનો સહારો લીધો છે. સામાન્ય જનતાને સુગમ રીતે ધાર્મિક નિયમો સમજાવવા માટે કથાત્મક સાહિત્યથી વધુ પ્રભાવશાળી બીજું સાધન નથી. તેમની કેટલીક રચનાઓને છોડી અધિકાંશ કૃતિઓ વિદ્વન્દ્વર્ગને માટે નહિ પરંતુ સામાન્ય કક્ષાના જનસમૂહને માટે છે. આ કારણે જ તેમની ભાષા અધિક સરળ રાખવામાં આવી છે. જનતાને પ્રભાવિત કરવાને માટે અનેક પ્રકારની જીવનઘટનાઓ ઉપર આધારિત કથાઓ અને ઉપકથાઓની યોજના આ કાવ્યગ્રંથોની વિશેષતા છે. આ વિદ્વાનોએ પ્રેમાખ્યાનક કાવ્ય રચ્યું હોય કે ચરિતાત્મક પરંતુ બધાંમાં ધાર્મિક ભાવનાનું પ્રદર્શન અવશ્ય કરવામાં આવ્યું છે. આ ધાર્મિક ભાવનાને અભિવ્યક્ત કરવામાં તેમણે જૈનધર્મના જટિલ સિદ્ધાન્તો અને મુનિધર્મ સંબંધી નિયમોને એટલા અધિક નિરૂપિત નથી કર્યા જેટલા જ્ઞાન-દર્શન-ચારિત્રના સામાન્ય વિવેચન સાથે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહસ્વરૂપ સાર્વજનિક વ્રતો, દાન, શીલ, તપ, ભાવ, પૂજા, સ્વાધ્યાય વગેરે આચરણીય ધર્મોને નિરૂપિત કર્યા છે.
જૈન કાવ્યસાહિત્ય
(૨) વિભિન્ન વર્ગોના અનુયાયીઓની પ્રેરણા ત્યાગીવર્ગ - ચૈત્યવાસી, વસતિવાસી, યતિ, ભટ્ટારક – માં ક્રિયાકાંડવિષયક ભેદોને કારણે નવા નવા ગણગચ્છોનો પ્રાદુર્ભાવ થયો. તેમના નાયકોએ પોતપોતાના ગણની પ્રતિષ્ઠા માટે અને અનુયાયીઓની સંખ્યા વધારવા માટે જુદાં જુદાં ક્ષેત્રોમાં વિશેષ રૂપે ભ્રમણ કરવા માંડ્યું. તે લોકો પોતાના ઉચ્ચ-ચારિત્ર્ય, પાંડિત્ય તથા જ્યોતિષ, મંત્રમંત્રાદિથી તેમ જ અન્ય ચમત્કારોથી રાજવર્ગ અને ધનિકવર્ગને પોતાની તરફ આકર્ષિત કરવા માંડ્યા અને જુદાં જુદાં સ્થળો ઉપર ચૈત્ય, ઉપાશ્રય વગેરે ધર્માયતનોની સ્થાપના કરવા માંડ્યા અને પોતાના વધતા જતા શિષ્યસમુદાયની પ્રેરણાથી તેમ જ પોતાના આશ્રયદાતાઓના અનુરોધથી વ્રત, પર્વ, તીર્થ વગેરેનું તથા વિશિષ્ટ પુરુષોના ચરિત્રોનું વર્ણન ક૨વા કથાત્મક ગ્રંથોના સર્જનમાં વિશેષ ધ્યાન આપવા લાગ્યા. આ યુગના અનેક જૈન કવિઓને કાં તો રાજ્યાશ્રય મળ્યો હતો યા તો તેઓ પોતે જ મઠાÖશ હતા. રાષ્ટ્રકૂટ અમોઘવર્ષ અને તેના ઉત્તરાધિકારીઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org