SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ચિત્રસેન-પદ્માવતીચરિત આને પદ્માવતીચરિત્ર તથા શીલાલંકારકથા પણ કહે છે. તેમાં સ્વદારસન્તોષવ્રતનું માહાત્મ્ય દર્શાવવા માટે ચિત્રસેન અને પદ્માવતીની કથા કહેવામાં આવી છે. - ― કથાવસ્તુ રાજપુત્ર ચિત્રસેન અને મંત્રીપુત્ર રત્નસાર મિત્રો હતા. બન્નેના રૂપથી નગરની યુવતીઓ આકર્ષવા લાગી. લોકોએ ફરિયાદ કરી. રાજાએ જકમાં આવી સાત રત્નો આપી રાજકુમારને રાજ્ય છોડી જવા કહ્યું. રાજકુમાર પોતાના મિત્ર સાથે રાજ્ય છોડી જતો રહે છે. ભટકતાં ભટકતાં જંગલમાં એક યુવતીનું ચિત્ર જોઈ રાજકુમાર બેભાન થઈ જાય છે. ભાનમાં આવતાં તે અને તેનો મિત્ર એક કેવલીને આ અંગે પૂછે છે અને જાણી લે છે કે તે ચિત્ર પદ્માવતીનું છે. પૂર્વભવમાં ચિત્રસેન અને પદ્માવતી હંસયુગલ હતાં અને બન્ને આ ભવમાં માનવજાતિમાં જન્મ્યાં છે. ચિત્રસેન અને તેનો મિત્ર પદ્માવતીની શોધમાં રત્નપુર જાય છે. ત્યાં ચિત્રસેને પૂર્વભવનું ચિત્ર દોરી પ્રદર્શિત કર્યું. પદ્માવતી તે ચિત્ર જોઈ બેભાન થઈ જાય છે. સ્વયંવર દ્વારા તેનું લગ્ન ચિત્રસેન સાથે થાય છે. પાછા ફરતાં એક વટવૃક્ષ ઉપર બેઠેલાં યક્ષ-પક્ષીની વાતો સાંભળી રત્નસાર ચિત્રસેન-પદ્માવતીને અનેક દુર્ઘટનાઓથી બચાવે છે પરંતુ છેલ્લી ઘટનામાં રત્નસારને પાપાણ રૂપે પરિવર્તિત થવું પડે છે. ચિત્રસેનને ખૂબ દુ:ખ થાય છે અને તે યક્ષને રત્નસારની મુક્તિનો ઉપાય પૂછે છે. પદ્માવતી પોતાને પુત્ર જન્મતાં તેને ખોળામાં લઈ જેવી પોતાના હાથથી રત્નસારની પાષાણ પ્રતિમાને સ્પર્શ કરે છે તેવો જ તે સજીવન થઈ જાય છે. પછી ચિત્રસેનના સાહસિક કાર્યોનું વર્ણન છે. છેવટે ચિત્રસેન અને પદ્માવતી શ્રાવકના ૧૨ વ્રતો ગ્રહણ કરે છે અને તીર્થયાત્રાઓ કરે છે. જૈન કાવ્યસાહિત્ય આ કથાને લઈને અનેક રચનાઓ થઈ છે. સૌપ્રથમ ધર્મઘોષગચ્છના મહીચન્દ્રસૂરિના શિષ્ય પાઠક રાજવલ્લભે ૫૧૧ સંસ્કૃત શ્લોકોમાં એક રચના સં. ૧૫૨૪માં કરી છે. આ કથા તેમણે પોતાની પડાવશ્યકવૃત્તિમાં પણ સંક્ષેપમાં ૨૦૦ શ્લોકોમાં આપી છે અને લખ્યું છે કે આ કથા શીલતરંગિણીમાંથી લેવામાં આવી છે. Jain Education International બીજી રચના સં. ૧૬૪૯માં દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્દ્રે કરી હતી. ત્રીજી રચના સં. ૧૯૬૦માં બુદ્ધિવિજયે દેશી ભાપાથી મિશ્રિત જૈન સંસ્કૃતમાં ૧. જિનરત્નકોશ, પૃ. ૧૨૬ અને ૨૩૫; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪ ૨. એજન, પૃ. ૧૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy