SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૫૧ મલયસુન્દરીકથા – આમાં મહાબલ અને મલયસુન્દરીની પ્રણયકથાનું આલેખન છે. આ નામની અનેક રચનાઓ વિવિધકર્તક મળે છે.' પ્રથમ ૧૨૫૬ ગાથાઓની પ્રાકૃત રચના અજ્ઞાતકર્તક છે. તેમાં એક પૌરાણિક કથાનું અદ્ભુતકથા સાથે સંમિશ્રણ કરવામાં આવ્યું છે. તેમાં પ્રચુર કલ્પનાપૂર્ણ અનોખાં અને જાદૂભર્યા ચમત્કારી કાર્યોના ધસમસતા પ્રવાહમાં વાચક ખેંચાય છે. આ કથામાં અભુતકથા સાહિત્યમાં સુજ્ઞાત કલ્પનાબમ્પો(motifs)ના તાણાવાણા આખા વિસ્તારમાં ગૂંથાયેલા છે. તેમાં રાજકુમાર મહાબલ અને રાજકુમારી મલયસુન્દરીનું આકસ્મિક મિલન, પછી એકબીજાનો વિયોગ, અને વળી પાછું સદા માટે તેમનું મિલન આલેખાયેલ છે. આ બધું તેમનાં પૂર્વોપાર્જિક કર્મોનાં ફળોનું આશ્ચર્યજનક રૂપ છે. પછી મહાબલ જૈન મુનિ બની જાય છે અને મલયસુંદરી સાધ્વી બની જાય છે. આમ જૈન પૌરાણિક કથાને અભુતકથાથી સંમિશ્રિત કરવામાં આવી છે. આ કથાનક જૈન સમાજમાં બહુ પ્રચલિત રહ્યું છે. આ કથાનક ઉપર ૧૫મી સદીમાં સંસ્કૃત ગદ્યમાં અંચલગચ્છના માણિજ્યસૂરિએ મહાબલમલયસુન્દરી' નામની કથા રચી છે. પ્રાકૃત ચરિત્રને આધાર બનાવી સંસ્કૃત પદ્યોમાં આગમગરચ્છના જયતિલકસૂરિએ પણ મલયસુન્દરીચરિત્રની રચના કરી છે. આ કૃતિ ચાર પ્રસ્તાવોમાં વિભક્ત છે, અને તેમાં કુલ ૨૩૯૦ શ્લોક છે. જયતિલકસૂરિએ તેને જ્ઞાનનું માહાભ્ય પ્રકટ કરનાર જ્ઞાનરત્નઉપાખ્યાન કહી છે. તેમાં મલયસુન્દરીને ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી ૧૦૦ વર્ષ બાદ જન્મ લેતી દર્શાવી છે." આ જ સદીમાં પલ્લીગચ્છના શાન્તિસૂરિએ ૫૦૦ પ્રન્યાગ્રપ્રમાણ મલયસુન્દરીચરિત્રને સં. ૧૪૫૬માં રચ્યું છે. અને પિપ્પલગચ્છના ૧. જિનરત્નકશ, પૃ. ૩૦૨, વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૩૩ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૨, મુંબઈથી ૧૯૧૮માં પ્રકાશિત ૩. એજન; લાલભાઈ પુ. ગ્રન્થમાલા, મુંબઈ; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, વરતેજ, સં. ૨૦૦૯ ४. ज्ञानादुध्रियते जन्तुः पतितोऽपि महापदि । एकश्लोकार्थबोधेन यथा मलयसुन्दरी ।। १. १९ ।। ૫. મલસુન્દરીચરિત્ર, પ્રસ્તાવ ૪. ૮૨૪ ૬. એજન; આનો જર્મન અનુવાદ હટલે ઈન્ડિશ માર્સેન' (૧૯૧૯)માં કર્યો છે; વિન્ટરનિલ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૩૩ ઉપર ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy