SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ક્રમશઃ પહેલા સર્ગમાં ૨૫૮, બીજામાં ૨૭૮, ત્રીજામાં ૫૪૦ અને ચોથામાં ૧૧૮ શ્લોકો છે. કર્તાનું નામ નથી આપ્યું. અન્ય અજ્ઞાતકર્તૃક રચનાઓ વિભિન્ન પરિમાણની મળે છે, જેમકે ૨૮૨૭ ગ્રન્થાગ્ર, ૪૪૨ ગ્રન્થાગ્ર (સંસ્કૃત) અને ૪૫૧ સંસ્કૃત શ્લોકોમાં. આ ચરિત્ર ઉપ૨ અજ્ઞાતકર્તૃક એક ઋષિદત્તાપુરાણ અને ઋષિદત્તાસતીઆખ્યાનના ઉલ્લેખો મળે છે.૨ ભુવનસુન્દરીકથા મહાસતી ભુવનસુન્દરીની ચમત્કારપૂર્ણ કથાને લઈને પ્રાકૃતમાં એક વિશાલ રચના કરવામાં આવી છે. તેમાં ૮૯૧૧ ગાથા છે. આ ગાથાઓનું પરિમાણ બૃટ્ટિપ્પનિકામાં ૧૦૩૫૦ ગ્રન્થાગ્ર દર્શાવ્યું છે. આ રચના સં. ૯૭૫માં નાઈલકુલના સમુદ્રસૂરિના શિષ્ય વિજયસિંહે કરી છે. તેની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૩૬૫ની મળી છે. સુરસુન્દરીચરિય પ્રાકૃત ભાષામાં નિબદ્ધ આ રાજકુમાર મકરકેતુ અને સુરસુન્દરીનું એક પ્રેમાખ્યાન છે. તેમાં ૧૬ પરિચ્છેદ છે. પ્રત્યેક પરિચ્છેદમાં ૨૫૦ ગાથાઓ છે અને કુલ મળીને ૪૦૦૧ ગાથાઓમાં કૃતિ સમાપ્ત થાય છે. કથાવસ્તુ – સુરસુન્દરી કુશાગ્રપુરના રાજા નરવાહનદત્તની પુત્રી હતી. તે અનેક વિદ્યાઓમાં નિષ્ણાત હતી. ચિત્ર જોવાથી તેને હસ્તિનાપુરના મકરકેતુ નામના રાજકુમાર ઉપર આસક્તિ થઈ ગઈ. તેની સખી પ્રિયંવદા મકરકેતુને શોધવા નીકળી પડે છે. તેને બુહિલા નામની એક પરિવાજિકાએ કપટથી નાસ્તિકતામાં વાળવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સુરસુન્દરીએ તેને તર્કોથી પરાજિત કરી દીધી. તેનાથી રોષે ભરાઈ પરિવ્રાજિકાએ સુરસુન્દરીનું ચિત્રપટ ઉજ્જૈનના રાજા શત્રુંજયને દેખાડ્યું અને તે રાજાને સુરસુન્દરી સાથે લગ્ન કરવા ઉત્તેજિત કર્યો. શત્રુંજયે સુરસુન્દરીના પિતા પાસે સુરસુંદરીનો હાથ માંગ્યો. પરંતુ સુરસુન્દરીના પિતાએ તેની માંગણીનો અસ્વીકાર કર્યો. તેથી બન્ને રાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ દરમ્યાન વૈતાઢ્ય પર્વતના એક વિદ્યાધરે સુરસુન્દરીનું અપહરણ કર્યું અને તેને ૩૪૭ - Jain Education International ૧-૨.જિનરત્નકોશ, પૃ. ૫૯ ૩. એજન, પૃ. ૨૯૯; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૭ ૪. જિનરત્નકોશ, પૃ. ૬૭, ૪૪૭; મુનિ રાજવિજય દ્વારા સંપાદિત અને જૈન વિવિધ શાસ્ત્રમાલા દ્વારા પ્રકાશિત, બનારસ, સં. ૧૯૭૨; અભયદેવસૂરિ ગ્રન્થમાલા, બીકાનેરથી પણ પ્રકાશિત; તેનો ગુજરાતી અનુવાદ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી ૧૯૧૫માં પ્રકાશિત. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy