SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૩૭ માહિતી જ્ઞાત નથી. કુવલયમાલા – આ કથા સ્ત્રીપ્રધાન ન હોવા છતાં તેને આકર્ષક બનાવવા માટે આ નામ આપવામાં આવ્યું છે. ૧૩૦૦૦ શ્લોકપ્રમાણ આ બૃહત્ કૃતિ મહારાષ્ટ્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમિશ્રિત ચમ્પ શૈલીમાં લિખિત પ્રસાદપૂર્ણ રચના છે. તેમાં મહારાષ્ટ્રની સાથે ક્યાંક ક્યાંક કુતૂહલવશ તો ક્યાંક વચનવશીભૂત બનીને સંસ્કૃત, અપભ્રંશ, દ્રાવિડી અને પૈશાચી તથા દેશી ભાષાનો પ્રયોગ કર્યો છે. આ વાત કર્તાએ પોતે નીચેના શબ્દોમાં કહી છે : पाइय भासा रइया मरहट्टय देसिवण्णय णिबद्धा । सुद्धा सयल-कहच्चिय तावस-जिण-सत्थ वाहिल्ला ॥ कोऊहलेण कत्थइ पर-वयण-वसेण सक्य णिबद्धा । किंचि अपब्भंसकया दाविय पेसाय आसिल्ला ॥ કર્તાએ તેને સર્ગો, પ્રકરણો અથવા અધ્યાયોમાં વિભક્ત નથી કરી અને કંડિકાઓને ક્રમાંક આપ્યા નથી. તેની આજ સુધી કેવળ બે જ હસ્તપ્રત મળી છે – એક તાડપત્રની અને બીજી કાગળની. તેથી જણાય છે કે તેનો પ્રચાર બહુ જ ઓછો રહ્યો હશે. તેનું એક કારણ તેની પાંડિત્યભરી ભાષા અને શૈલી પણ છે. તેમાં ક્યાંક રૂપકોની બહુલતા છે, તો ક્યાંક દીર્ઘ લલિતપદોની; ક્યાંક ઉલ્લાપક કથા છે તો ક્યાંક કુલક; ક્યાંક ગાથાઓ અને દ્વીપદી ગીતક, તો ક્યાંક દ્વિવલય, ત્રિવલય અને ચતુર્વલય; ક્યાંક દંડક રચના, તો ક્યાંક નારાચ રચના; ક્યાંક વૃત્ત, તો ક્યાંક તરંગ રચના, અને ક્યાંક માલાવચન, વિન્યાસ વગેરે દેખાય છે. કથામાંથી એકરસતા યા નીરસતાને દૂર કરવા માટે કુલવયમાલાના કર્તાએ નગરવર્ણન,યુદ્ધવર્ણન, પ્રકૃતિચિત્રણ, વિવાહવર્ણન આદિ પ્રચુરપણે આપ્યાં છે ૧. ડૉ. આ. કે. ઉપાધ્ય દ્વારા સંપાદિત અને બે ભાગોમાં પ્રકાશિત, સિંધી જૈન ગ્રન્થમાલા (ક્રમાંક ૪૫-૪૬), ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૯ અને ૧૯૭૦. બીજા ભાગમાં વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના છે તથા રત્નપ્રભસૂરિવિરચિત સંસ્કૃત કુવલયમાલાકથા પણ આપવામાં આવી છે. ૨. પૃ.૭ ૩. પૃ.૧૦ ૪. પૃ.૧૬ ૫. પૃ.૧૭૦, ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy