SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ૩૩૫ કથા છે. તેનો ઉલ્લેખ અનુયોગદ્વારસૂત્ર (૧૩૦), દશવૈકાલિકચૂર્ણિ (૩, પૃ. ૧૦૯) તથા વિશેષાવશ્યકભાષ્ય (ગાથા ૧૫૦૮)માં મળે છે. નિશીથચૂર્ણિમાં મલયવતી અને મગધસેના સમાન તરંગવતીને લોકોત્તર ધર્મકથા કહી છે.' ઉદ્યોતનસૂરિએ ચક્રવાલ યુગલથી યુક્ત રાજહંસોને આનંદિત કરનારી તરંગવતીની પ્રશંસા કરી છે. તેને ત્યાં સંકીર્ણકથા કહી છે. તેવી જ રીતે ધનપાલ કવિએ તિલકમંજરીમાં, લક્ષ્મણગણિએ સુપાસનાચરિયમાં તથા પ્રભાચન્દ્રસૂરિએ પ્રભાવકચરિતમાં તરંગવતીનું ઉદાત્ત શબ્દોમાં સ્મરણ કર્યું છે.' તરંગવતી તો તેના મૂળ રૂપમાં આપણને ઉપલબ્ધ નથી પરંતુ તેનું સંક્ષિપ્ત રૂપ ૧૬૪૨ પ્રાકૃત ગાથાઓમાં “તરંગલોલા’ નામે મળે છે. કર્તા અને રચનાકાળ – તરંગવતીકથાના કર્તા એક પ્રાચીન આચાર્ય પાદલિપ્તસૂરિ છે. કુવલયમાલાની પ્રસ્તાવનાગાથાઓમાં તેમને રાજા સાતવાહનની ગોષ્ઠીની શોભા કહ્યા છે. તેમનો વિશેષ પરિચય પ્રભાવકચરિતમાં આપવામાં આવ્યો છે. પ્રોફેસર લૉયમાને કૃતિનો રચનાકાળ ઈ.સની. બીજી-ત્રીજી સદી સ્વીકાર્યો છે. તરંગલોલા – આને સંક્ષિપ્ત તરંગવતી પણ કહે છે. તેમાં કથાવસ્તુને ચાર ખંડોમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ એક અદ્ભુત શૃંગારકથા છે પણ તેનો અંત ધર્મોપદેશમાં થાય છે. કથા ટૂંકમાં આ પ્રમાણે છે : ચંદનબાલાના નેતૃત્વમાં સાધ્વીસંઘમાં સુવ્રતા આર્યા હતી. તેને પોતાના રૂપ-સૌન્દર્યનો ગર્વ હતો. તે એક ૧. એજન, પૃ. ૧૫૮ ૨. તરંગલોલાની ભૂમિકામાં ઉદ્ધત, પૃ.૭ ૩. કુવલયમાલા, પૃ.૩, ગાથા ૨૦; તિલકમંજરી, શ્લોક ૨૩; સુપાસનાચરિય, પુવ્વભવ, ગાથા ૯; પ્રભાવકચરિત, પૃ. ૨૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૧૫૮; નેમિવિજ્ઞાન ગ્રન્થમાલા, સં. ૨૦૦૦; જર્મન વિદ્વાન અર્નેસ્ટ લૉયમાને આનું જર્મન ભાષાન્તર પ્રકાશિત કર્યું છે. આ ભાષાન્તરનો ગુજરાતી અનુવાદ નરસિંહભાઈ પટેલે જૈન સાહિત્ય સંશોધક (દ્વિતીય ખંડ, પૂના, ૧૯૨૪)માં પ્રકાશિત કર્યો છે; પૃથક પુસ્તકના રૂપે આ અનુવાદ બબલચન્દ્ર કેશવલાલ મોદી, અમદાવાદથી સન્ ૧૯૨૪માં પ્રકાશિત; વિન્ટરનિસ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૨ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy