________________
કથાસાહિત્ય
૩૨૭
સંસ્કૃતમાં હર્ષવર્ધનગણિકૃત રચના મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી.
દેવદત્તકુમારકથા – સંતોષ અને વિરતિ તથા અનાસક્તિભાવનાના મહત્ત્વને દર્શાવવા માટે સંસ્કૃત અને ગુજરાતીમાં દેવદત્તકુમારના ચરિત્રનું આલેખન થયું છે. આ કથા ઉપર રચાયેલી અજ્ઞાતકર્તક સંસ્કૃત કૃતિ મળી છે. - ત્રિભુવનસિંહચરિત – મહીતલમાં કરોડો ઉપાયો છે પરંતુ કર્મફલ ટાળી શકાતું નથી. કર્મફલની મહત્તા દર્શાવવા માટે આ ચરિત્રનું ચિત્રણ સંસ્કૃત અને ગુજરાતીમાં કરવામાં આવ્યું છે. સંસ્કૃત ગદ્યમાં ૬૮૪ ન્યાગ્રપ્રમાણ એક અજ્ઞાતકર્તક રચના પ્રકાશિત થઈ છે.
દેવકુમારચરિત- ગુજરાતી જૈન કવિઓએ દેવકુમારના કૌતુક અને આશ્ચર્યોથી પૂર્ણ ચરિત્રને સાત વ્યસન ત્યાગી ગૃહસ્થ ધર્મમાં અદત્તાદાન આદિ વ્રતોનું દઢ પાલન કરવાના દાત્ત તરીકે રજૂ કર્યું છે. સંસ્કૃતમાં પર૭ ગ્રન્થાગ્રપ્રમાણ એક રચના મળે છે. કર્તા અને રચનાકાળ જ્ઞાત નથી.
રાજસિંહકથા – ણમોકાર મન્ત્રનું માહાસ્ય પ્રગટ કરવા માટે રાજસિંહ અને રત્નાવલીની કથા પશ્ચિમ ભારતમાં પ્રસિદ્ધ છે. તેના ઉપર સંસ્કૃતમાં એક અજ્ઞાતકર્તક રચના મળે છે. ગુજરાતીમાં આ કથાનક ઉપર રચાયેલા કેટલાય રાસ મળે છે. ૬ સં. ૧૯૦૦માં તપાગચ્છીય પદ્મવિજયના શિષ્ય રૂપવિજયે ૪૧૩ શ્લોકોમાં રાજસિંહરત્નવતીકથાની રચના કરી છે.
મથનસિંહકથા – ઉપદેશપ્રાસાદ અને શ્રાદ્ધવિધિમાં માયાકપટવિરમણના પ્રસંગમાં તથા પ્રતિક્રમણના મહત્ત્વને પ્રગટ કરવા માટે મહણસિંહની દષ્ટાન્તકથા
૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૨ ૨. એજન, પૃ. ૧૭૭; જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૩, પૃ. ૮૦૨, ૯૩૪ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૬૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૨-૨૩ ૪. એજન, પૃ. ૧૭૭ ૫. એજન, પૃ. ૩૩૧ ૬. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧-૩માં કૃતિઓની અનુક્રમણિકા જુઓ ૭. જિનરત્નકોશ, પૃ. ૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org