SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય આ કથાનકને લઈને અનેક કૃતિઓ રચાઈ છે. સૌપ્રથમ રત્નશેખરસૂરિકૃત રચના` મળે છે. બીજી રચના તપાગચ્છના ભાનુચન્દ્રગણિની છે. તેની પ્રાચીન પ્રતિ સં. ૧૯૬૨ની મળી છે. ત્રીજી રચના તપાગચ્છીય મુનિસુંદરના શિષ્ય સોમમંડનગણિની છે. વીસમી સદીમાં તેરાપંથી મુનિ નથમલજી(ટમકો૨)એ સંસ્કૃતમાં રત્નપાલચરિત્રની તથા ચન્દનમુનિએ પ્રાકૃત ગદ્યમાં સંસ્કૃત છાયા અને હિન્દી અનુવાદ સાથે ‘રયણવાલકહા’ની રચના સં.૨૦૦૨માં કરી છે. ચન્દ્રરાજચરિત આ કૌતુક અને ચમત્કારથી ભરેલા ચરિત્રમાં ચન્દ્રરાજની કથા આપવામાં આવી છે. તેમાં ચન્દ્રરાજ પોતાની અપરમાની કપટયુક્તિઓથી વિવિધ પ્રકારનાં દુ:ખો ભોગવે છે, એટલે સુધી કે તેને કુકડો બનાવી દેવામાં આવે છે. આ દુઃખોમાંથી તેની મુક્તિ શત્રુંજયતીર્થના સૂર્યકુંડમાં સ્નાન કરવાથી થાય છે. પછી તે રાજ્યસુખ ભોગવી મુનિસુવ્રતસ્વામીના સમોસરણમાં દીક્ષા લે છે. આ ચરિત અતિમાનવીય તથા નટ આદિના ચમત્કારોથી ભરેલું છે. ઉક્ત કથાનકને લઈને સંસ્કૃત ગદ્યપદ્યમય તથા હિન્દી અને ગુજરાતીમાં રચનાઓ મળે છે. GRA સૌપ્રથમ ગુણરત્નસૂરિવિરચિત ચન્દ્રરાજચરિતનો ઉલ્લેખ મળે છે. તેનો રચનાસમય જ્ઞાત નથી. વીસમી સદીમાં તપાગચ્છના વિજયભૂપેન્દ્રસૂરિએ સંસ્કૃત ગદ્યમાં સં. ૧૯૯૩માં એક વિશાલ રચના કરી છે. તેમાં ૨૮ અધ્યાય છે. વચ્ચે વચ્ચે સંસ્કૃત તથા હિન્દીનાં અનેક પઘો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. આ કૃતિ પંડિત કાશીનાથ જૈન દ્વારા સંકલિત હિન્દી ચરિત્રના આધારે લખવામાં આવી છે. - પાલ-ગોપાલકથા - આ કથામાં ઉક્ત નામના બે ભાઈઓના પરિભ્રમણનું તથા અનેક પ્રકારનાં સાહસો તેમ જ પ્રલોભનોને પાર કરીને છેવટે ધાર્મિક જીવન વ્યતીત કરવાનું રોચક વૃત્તાન્ત આપવામાં આવ્યું છે. ૩૧૫ ૧-૨.જિનરત્નકોશ, પૃ. ૩૨૭ ૩. એજન; જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૬૯ ૪. ભાગવતપ્રસાદ રણછોડદાસ, અહમદાબાદ, ૧૯૭૧; તેની સંસ્કૃત છાયા મુનિ ગુલાબચન્દ્ર નિર્મોહીએ તથા હિન્દી અનુવાદ મુનિ દુલહરાજે કર્યો છે. ૫. જિનરત્નકોશ, પૃ. ૧૨૧ ૬. ભૂપેન્દ્રસૂરિ જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ, આહોર (મારવાડ), સં. ૧૯૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy