________________
* કથાસાહિત્ય
૩૧૩
યુવાવસ્થામાં ભાગ્યવશ બન્નેના લગ્ન થાય છે. કેટલીક વખત વીત્યા પછી મૃગાંકને પુરાણી વાત યાદ આવે છે અને તે બદલો લેવા ઈચ્છે છે. પહેલાં તો તે પદ્માવતીને છોડી પરદેશ જવા ચાહે છે પરંતુ પછી પદ્માવતીને પણ સાથે લઈ જાય છે. જલમાર્ગે જતાં એક દ્વીપમાં રાતે પદ્માવતીને સૂતી છોડી મૃગાંક જતો રહે છે. કષ્ટોને પાર કરતી પદ્માવતી એક વિદ્યાધર પાસેથી અદૃશ્ય બની જવાની, રૂપ બદલવાની અને બીજાઓની વિદ્યાનો નાશ કરવાની વિદ્યા મેળવે છે. આ વિદ્યાઓની મદદથી તે પુરુષવેષ ધારણ કરી સુસુમારપુરમાં રહે છે અને ત્યાં રાજપુત્રોને ભણાવવાનું, કર વસૂલ કરનાર ઓફિસરનું તથા બીજા અદ્દભુત કામો તે કરે છે. મૃગાંક પણ નસીબયોગે ત્યાં આવે છે. કરચોરીના બહાને પદ્માવતી તેને ખૂબ હેરાન-પરેશાન કરે છે, આમ પદ્માવતી બદલો લે છે પરંતુ પ્રેમાસક્તિભાવથી. છેવટે મૃગાંક પાસે દીનતાભાવ પ્રગટ કરાવી પછી પદ્માવતી પોતાનું અસલી રૂપે પ્રગટ કરે છે.
મૃગાંક પછી રાજાનો જમાઈ બની રાજ્યપદ પણ પ્રાપ્ત કરે છે. એક વાર એક મુનિને વિપત્તિ અને સંપત્તિના આ પરિવર્તન વિશે તે પૂછે છે અને મુનિ તેને તેના કારણ તરીકે પૂર્વભવમાં તેણે પાત્રદાન કરવા છતાં પહેલાં તેના મનમાં કુભાવ અને પછી સુભાવ જાગવો તે બતાવે છે.
આ કથા ઉપર મૃગાંકકુમારકથા નામની અજ્ઞાતકર્તક રચના તથા ૨૮૩ સંસ્કૃત શ્લોકોમાં રચાયેલું મૃગાકચરિત્ર મળે છે. આ બીજી કૃતિના કર્તા પંડિત ઋદ્ધિચન્દ્ર છે. તે અકબર અને જહાંગીરના દરબારમાં ખ્યાતિપ્રાપ્ત ઉપાધ્યાય ભાનુચન્દ્રના સુયોગ્ય શિષ્ય હતા. આ કૃતિને વિદ્વાન ઉદયચન્દ્ર શુદ્ધ કરી હતી.
ધર્મદત્તકથાનક યા ચન્દ્રધવલ-ધર્મદત્તકથા – આ પણ એક લૌકિક કથા છે. પરંતુ તેને ધર્મકથાના રૂપમાં પરિવર્તિત કરી અતિથિસંવિભાગ વ્રતનું માહાભ્ય દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કથાવસ્તુ – આ કથામાં બે નાયક છે : ચન્દ્રધવલ નૃપ અને ધર્મદત્ત શેઠ. ધર્મદત્તને એક યોગીની કૃપાથી સુવર્ણપુરુષ પ્રાપ્ત થવાનો જ હતો ત્યાં તો વચમાં ચન્દ્રધવલે તેને છુપાવી દીધો. પછી તેને પણ મોટો હિસ્સો આપવામાં આવ્યો. બન્નેએ એક મુનિને આનું કારણ પૂછ્યું. મુનિએ પૂર્વજન્મની વાત કહી. તેમાં
૧-૨. જિનરત્નકોશ, પૃ.૩૧૩; સૂરતથી ૧૯૧૭માં પ્રકાશિત; જૈન આત્મવીર સભા (સં૫),
ભાવનગર, સં. ૧૯૭૩; હિન્દી અનુવાદ - યશોધર્મમન્દિર, દિલ્હી દ્વારા પ્રકાશિત 3. પ્રશસ્તિ, શ્લોક ૨૮૪-૨૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org