SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય આ કથામાં જો પર્વતિથિપાલનની વિધિને ન જોડીએ તો તે બિલ્કુલ લૌકિક કથા જ છે અને સુપ્રસિદ્ધ હિન્દી કાવ્ય જાયસીકૃત પદ્યાવતની કથાનો મૂલ સ્રોત સિદ્ધ થાય છે. ડૉ. હીરાલાલ જૈને તેનું વિશ્લેષણ કરી આ વસ્તુને સારી રીતે સિદ્ધ કરી આપી છે. ૩૦૭ ઉક્ત કથાનકને લઈને સંસ્કૃત-પ્રાકૃતમાં જૈન કવિઓએ ૩-૪ કૃતિઓ રચી છે. તપાગચ્છીય જયતિલકસૂરિના શિષ્ય દયાવર્ધનગણિની કૃતિ સૌથી પ્રાચીન છે, તેને ‘રત્નશેખરરત્નવતીકથા યા ‘પર્વવિચાર' યા ‘પર્વતિથિવિચાર' કહેવામાં આવે છે. તેમાં ૩૮૦ શ્લોક છે અને તેનો રચના સં. ૧૪૬૩ છે. દયાવર્ધનની બીજી કૃતિ હંસકથા પણ છે. આ જ વિષયની બીજી કૃતિ રત્નશેખરસૂરિની છે. આ રત્નશેખર કોણ છે, એ કહેવું કઠિન છે. એક રત્નશેખર ૧૫મી સદીના પૂર્વાર્ધમાં અને બીજા ૧૬મી સદીના પ્રારંભમાં થયા છે. ત્રીજી રચના ‘રયણસેહરીકહા’ પ્રાકૃતમાં છે. તેનો ગ્રન્થાત્ર ૮૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેની રચના તપાગચ્છીય જયચન્દ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિએ કરી છે. તેમણે આ રચના ચિત્રકૂટમાં કરી હતી. આ કથાનો રચનાસંવત જ્ઞાત નથી પરંતુ જિનહર્ષગણિની અન્ય કૃતિઓ ઉપલબ્ધ છે, તેમાંથી વસ્તુપાલચરિત્રની રચના સં. ૧૪૯૭માં અને વિંશતિસ્થાનકસંગ્રહની સં.૧૫૦૨માં થઈ છે. પ્રસ્તુત કૃતિની પ્રાચીન પ્રતિ વિ.સં.૧૫૧૨ની છે, તેથી તેની રચના તેનાથી પહેલાં થઈ હોવી જોઈએ. કેટલીક અજ્ઞાતકર્તૃક રત્નશેખરકથાઓ પણ છે, તેમાંથી એકની પ્રાચીન હસ્તપ્રત સં. ૧૫૫૩ની મળી છે. ૧. મધ્યભારતી પત્રિકા, સંખ્યા ૨, ડૉ. જૈનનો અંગ્રેજી લેખ ‘સોર્સીસ ઓફ પદ્માવત’. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૨૮; લબ્ધિવિજયસૂરીશ્વર ગ્રન્થમાલા, ભાવનગર, સં. ૨૦૧૪. ૩. એજન ૪. એજન, પૃ. ૩૨૪; જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા (સં.૧૦), વારાણસી, ૧૯૧૮; જૈન આત્માનંદ સભા (સં.૬૩), ભાવનગર, સં. ૧૯૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy