SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ જેન કાવ્યસાહિત્ય શ્લોકપ્રમાણ આપ્યું છે. તેનું બીજું નામ સમ્યક્વાલંકારકાવ્ય છે. તે અવાન્તર કથાઓથી ભરપૂર છે. તેની ભાષા સરળ અને સુબોધ છે. બધા સર્ગો અનુષ્પ છંદમાં છે. સર્વાન્ત શાર્દૂલવિક્રીડિત, વસંતતિલકા આદિ છંદોનો પ્રયોગ થયો છે. તેના કર્તા ખરતરગચ્છીય જિનરત્નસૂરિના શિષ્ય વાચનાચાર્ય વિવેકસમુદ્રગણિ છે. તેની રચના તેમણે ખંભાતમાં સં.૧૩૨૫માં દીપાવલીના દિવસે કરી હતી. રચના કરવાની વિનંતી બાહડપુત્ર બોહિત્યે કરી હતી. આ કૃતિનું સંશોધન પ્રત્યેકબુદ્ધચરિતના કર્તા જિનરત્નસૂરિ અને લક્ષ્મીતિલક ઉપાધ્યાયે કર્યું હતું. વિવેકસમુદ્રગણિની અન્ય રચનાઓમાં જિનપ્રબોધચતુઃસપ્તતિકા તથા પુણ્યસારકથાનક (સં.૧૩૩૪) મલે છે. ખરતરગચ્છબૃહદ્ગુર્નાવલિ અનુસાર વિવેકસમુદ્રની દીક્ષા વૈશાખ શુક્લ ચતુર્દશી સં. ૧૩૦૪માં, વાચનાચાર્યની ઉપાધિ સં. ૧૩૨૩માં અને સ્વર્ગવાસ જ્યેષ્ઠ શુક્લ દ્વિતીયા સં. ૧૩૭૮માં થયો હતો. નરવર્મચરિત્ર ઉપર બીજી રચના વિનયપ્રભ ઉપાધ્યાયની મળે છે. તેની રચના સં.૧૪૧૨માં થઈ હતી. આ એક લઘુ કૃતિ છે. તેનો ગ્રન્થાગ્ર ૮૦૦ શ્લોકપ્રમાણ છે. વિનયપ્રભ ખરતરગચ્છના જિનકુશલસૂરિના શિષ્ય હતા. ત્રીજી રચના (ગ્રન્થાઝ ૫૦૦ શ્લોકપ્રમાણ) મુનિસુન્દરસૂરિકૃતનો ઉલ્લેખ મળે ચોથી રચના ખરતરગચ્છીય પુણ્યતિલકના શિષ્ય વિદ્યાકીર્તિએ સં. ૧૯૬૯માં રચી હતી." ગુણવર્મચરિત – અભિષેક વગેરે સત્તર પ્રકારની અન્તિપૂજાના માહાભ્યને દર્શાવવા માટે ગુણવર્મા અને તેના ૧૭ પુત્રોની કથાની રચના થઈ છે." ૧. જિનરત્નકોશ, પૃ. ૪ર૭; જિનરત્નકોશમાં તેનું અપર નામ નરવર્મમહારાજચરિત ન દેવાની ભૂલ થઈ છે; તેની પ્રતિ બૃહત ભંડાર, જેસલમેર (પ્રતિ સં. ૨૭૪)માં છે. ૨. પૃ. ૪૯-૬૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૦૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૯ ૪. એજન, પૃ. ૨૦૫ ૫. અપ્રકાશિત, મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૮ દ. જિનરત્નકોશ, પૃ. ૧૦૫; પ્રકાશિત - અમદાવાદ, ૧૯૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy