SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય આ ચરિત્રનો સાર નીચે મુજબ છે : મણિપતિકા નગરીનો મણિપતિ નામનો રાજા હતો. તેણે એક દિવસ પોતાના માથામાં પાકેલો ધોળો વાળ જોઈ પોતાના પુત્ર મુનિચન્દ્રને રાજ સોંપી દમઘોષમુનિ પાસે દીક્ષા લઈ લીધી અને એકલા વિહાર કરવા લાગ્યો. એક વાર તે ઉજ્જયિનીની બહાર મસાણમાં કાયોત્સર્ગ કરતા હતા. ત્યાં ભયાનક ઠંડીને કારણે ગોપાળ બાળકોએ ભક્તિથી મુનિને વસ્ત્ર ઓઢાડ્યું પરંતુ ચિતાની ઝાળ લાગવાથી વસ્ત્રને આગ લાગી ગઈ અને મણિપતિમુનિ દાઝી ગયા. તેની ખબર તે નગરના શેઠ કુંચિકને પડી અને તેમણે મુનિને પોતાના ઘરે લાવી તેમની ચિકિત્સા કરાવી તથા વર્ષાકાલ નજીક હોવાથી મુનિને ચોમાસું ત્યાં વીતાવવા આગ્રહ કર્યો, તથા પોતાના પુત્રના ભયથી સંસ્તારક નીચે પોતાના ધનને દાટી દીધું. પરંતુ પુત્ર તે ધનને ઉઠાવી ગયો. શેઠે મુનિ ઉપર ધનચોરીનો આક્ષેપ મૂક્યો અને હાથીની કથા કહી. એટલે મુનિએ પોતાની નિર્દોષતા દર્શાવવા એક હારકથા (આ એક લાંબુ કથાનક છે) કહી. આ રીતે તે બન્નેની ચર્ચામાં ૮-૮ = ૧૬ કથાઓ કહેવાઈ. પરંતુ શેઠના મનની શંકા દૂર ન થઈ, એટલે મુનિએ ક્રોધે ભરાઈને શાપ આપ્યો કે ‘જેણે તારું ધન લીધું હોય તે ફાટી પડે.' તપના પ્રભાવથી મુનિના શરીરમાંથી તેજોલેશ્યા નીકળવા લાગી. એટલે કુંચિક શેઠના પુત્રે ભયભીત થઈ ચોરી સ્વીકારી મુનિની ક્ષમા માગી. મુનિએ ક્ષમા આપી. પરંતુ કુંચિક શેઠને વૈરાગ્ય વ્યાપી ગયો. તે દીક્ષા લઈ મુનિ બન્યા. બન્નેએ નિર્દોષ તપસ્યા કરી સ્વર્ગ મેળવ્યું. આ કથા ઉપર સંસ્કૃતમાં ત્રણ અને પ્રાકૃતમાં એક રચના મળે છે. ૨૯૭ પ્રથમ રચના સંસ્કૃત ગદ્ય-પદ્યમય છે. તેની રચના ચન્દ્રગચ્છના જમ્મૂકવિએ સં.૧૦૦૫માં કરી હતી. તેમની અન્ય રચના જિનશતકકાવ્ય ઉપર સં. ૧૦૨૫માં સામ્બમુનિએ ટીકા લખી હતી. તેની પ્રશસ્તિમાંથી આ કવિના ગચ્છની જાણ થઈ. કર્તાના જીવનના વિશે વધુ કંઈ જ જાણવા મળતું નથી. બૃટ્ટિપ્પનિકામાં મણિપતિચરિતને મુનિપતિચરિત કહીને ‘૨૦૦ વર્ષે નવૂનાધૃત ૨૨૦૦ ૩૦ૢ. ૨૦૦૭' એમ લખ્યું છે. તેથી લાગે છે કે જમ્બુનાગ અને જમ્મૂકવિ એક જ હતા. બની શકે કે જમ્બુનું બીજું નામ જમ્બુનાગ હોય. આ ચરિત્રગ્રન્થ એતદ્વિષયક અન્ય રચનાઓથી પ્રાચીન, સુન્દર અને આકર્ષક છે. તેની ભાષા સરળ, સ્પષ્ટાર્થયુક્ત અને અલંકારવિભૂષિત છે. પ્રારંભમાં સજ્જનસ્તુતિ, દુર્જનનિન્દા, ગ્રીષ્મ આદિ ઋતુ, સાયંકાળ તથા નગરી વગેરેનું આકર્ષક વર્ણન છે. કવિ અલંકારપ્રિય છે પણ તેમની ભાષા પ્રસાદગુણવાળી છે. આ ચિરત્રનું કથાનક તો બહુ જ સંક્ષિપ્ત ૧. હેમચન્દ્ર ગ્રન્થમાલા, અહમદાબાદ, સં. ૧૯૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy