SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કથાસાહિત્ય ઉક્ત બન્ને રૂપાન્તરોમાં જે સમાન તથ્યો પ્રતિફલિત થાય છે તે છે : શ્રીપાલનું ચંપાપુરના રાજપુત્ર હોવું, તેને પૂર્વ કર્મોના ફલસ્વરૂપ કોઢ થવો અને મયણાનું પણ પૂર્વકર્મના ફલરૂપે તથા પિતાની બદલાની ભાવનાને કારણે શ્રીપાલ સાથે લગ્ન થવું, શ્રીપાલે ઘરજમાઈ ન બનીને પોતાનું સાહસ અને પોતાનો પુરુષાર્થ દેખાડવો, સમુદ્રયાત્રાના અનુભવો પ્રગટ કરવા અને એ દર્શાવવું કે આ કષ્ટોમાંથી મુક્ત થવાનો ઉપાય છે સિદ્ધચક્રપૂજા. સિરિવાલકહા શ્રીપાલના આખ્યાન ઉપર સૌપ્રથમ એક પ્રાકૃત કૃતિ ‘સિરિવાલકહા’૧ મળે છે, તેમાં ૧૩૪૨ ગાથાઓ છે. તેમાં કેટલાંક પઘો અપભ્રંશમાં પણ છે. પ્રથમ ગાથામાં કથાનું પ્રયોજન જણાવ્યું છે : अरिहाइ नवपयाई झाइत्ता हिययकमलमज्झमि । सिरिसिद्धचक्वमाहप्पमुत्तमं किं पि जंपेमि ॥ તેવીસમી ગાથામાં નવ પદોની ગણના આ પ્રમાણે આપી છે : अरिहं सिद्धायरिया उज्झाया साहुणो अ सम्मत्तं । नाणं चरणं च तवो इयं पयनवगं मुणेयव्वं ॥ - તે પછી ઉક્ત પદોનો નવ ગાથાઓમાં અર્થ આપ્યો છે અને તેમના માહાત્મ્યની ચર્ચા કરી છે. ૨૮૮મી ગાથાથી શ્રીપાલની કથા આપી છે. આ કથાગ્રન્થ કલ્પના, ભાવ અને ભાષામાં ઉદાત્ત છે. તેમાં કેટલાય અલંકારોનો સફળતાપૂર્વક પ્રયોગ થયો છે. કથાનકની રચના આર્યા અને પાદાકુલક (ચોપાઈ) છંદોમાં કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ક્યાંક પડિઆ છંદનો પણ પ્રયોગ થયો છે. કર્તા અને રચનાકાલ ગ્રન્થના અંતે કહેવામાં આવ્યું છે કે આનું સંકલન વજ્રસેન ગણધરના પટ્ટશિષ્ય અને પ્રભુ હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ કર્યું છે. તેમના શિષ્ય હેમચન્દ્ર સાધુએ વિ.સં.૧૪૨૮માં આ કૃતિને લિપિબદ્ધ કરી હતી. પટ્ટાવલિમાંથી જાણવા મળે છે કે રત્નશેખરસૂરિ તપાગચ્છની નાગપુરીય - Jain Education International ૨૯૩ ૧. જિનરત્નકોશ, પૃ. ૩૯૬; દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર (૬૩), મુંબઈ, ૧૯૨૩. શ્રી વાડીલાલ જે. ચોક્સી અનુસાર આ કથાનો આવિષ્કાર સૌપ્રથમ રત્નશેખરસૂરિએ જ કર્યો છે.આ કથનનું સમર્થન ઉક્ત ગ્રન્થકારના સિદ્ધચક્રયન્ત્રોદ્ધારના વર્ણન દ્વારા થાય છે. २. सिरिवज्जसेण गणहर पट्टप्पइ हेमतिलयसूरीणं । सीसेहिं रयणसेहरसूरीहिं इमा हु संकलिया ।। १३४० ॥ तस्सीस हेमचंदेण साहुणा विक्कमस्स नरसंमि । चउदस अट्ठावीसे लिहिया गुरुभक्तिकलिएणं ॥ १३४१ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy