SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ સમરાદિત્યચરિત્ર નામની મતિવર્ષનકૃત એક લઘુ રચના મળે છે. તેવી જ રીતે માણિક્યસૂરિષ્કૃત સમરભાનુચિરત્રનો પણ ઉલ્લેખ મળે છે. સમરાદિત્યસંક્ષેપ આ હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત સમરાઈચ્ચકહાનો સંસ્કૃત ભાષામાં છંદોબદ્ધ સાર છે. આ સાર અતિ સંક્ષિપ્ત હોવા છતાં તેની ભાષા આલંકારિક કાવ્યગુણોથી પૂર્ણ છે. આ કૃતિ ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, શ્લેષ વગેરે અર્થાલંકાર અને અનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકારોથી ભરપૂર છે. તેમાં સાર્વજનીન ભાવસૂચક વાક્યાંશ યા પદ્મ પ્રચુર માત્રામાં મળે છે જેમનો વિધિવત્ સંગ્રહ સુભાષિત સાહિત્ય માટે મોટું પ્રદાન થશે. કેટલાંક ઉદાહરણ અહીં રજૂ કરીએ છીએ : (1) स्वप्रतिज्ञां न मुञ्चन्ति महाराज तपस्विनः । १. १६५ (२) नैवोचितं पुंसां मित्रदोषप्रकाशनम् । २. १९९ (3) अब्जेषु श्रीनिवासेषु कृमयो न भवन्ति किम् । ४. १६३ (४) भवन्त्यपरमार्थज्ञाः जना विषयलोलुपाः । ६. ३२९ (૫)મહતામુપવારો હિ સઘ: પત્નતિ નિમિતઃ । ૮. ૨૬૭ ભાષાની દૃષ્ટિએ આ કૃતિ નૂતન સામગ્રીથી સમૃદ્ધ છે. તેમાં કેટલાક એવા શબ્દોનો પ્રયોગ થયો છે જે કેવળ વેદ અને મહાભારતમાં જ મળે છે; કેટલાક એવા અપ્રસિદ્ધ શબ્દો છે જે વ્યાકરણમાં જ મળે છે; કેટલાક એવા શબ્દો છે જે કોષોમાં મળે છે પણ સાહિત્યમાં પ્રાયઃ ખૂબ જ અલ્પ પ્રયુક્ત થયા છે અને કેટલાક એવા નવા શબ્દો છે જે પ્રકાશિત કોષોમાં પણ મળતા નથી.૪ જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ પ્રદ્યુમ્નસૂરિ છે. તેમણે આ રચના વિ.સં. ૧૩૨૪ (૧૨૬૮ ઈ.)માં કરી હતી. ગ્રંથના અંતમાં આપવામાં આવેલી આ કૃતિના કર્તા - ૧. જિનરત્નકોશ, પૃ. ૪૧૯; હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯૧૫ ૨. એજન, પૃ. ૪૧૯; ૩૨૦૦ ગ્રન્થાગ્રપ્રમાણ 3. नवं कर्तुमशक्तेन मया मन्दधियाधिकम् । Jain Education International प्राकृतं गद्यपद्यं तत् संस्कृतं पद्यमुच्यते ॥ १.३०. ૪. આ વિષય ઉપર વિશેષ વિવેચન માટે જુઓ : ડૉ. ઈ.ડી.કુલકર્ણીનો લેખ : લેંગ્વેજ ઑફ સમરાદિત્યસંક્ષેપ ઑફ પ્રદ્યુમ્નસૂરિ, ઑલ ઈન્ડિયા ઓરિ. કોન્ફરન્સ, વર્ષ ૨૦, ભાગ ૨, પૃ. ૨૪૧ ૫. પ્રદ્યુમ્નમ્ય વેઃ લક્ષ્મીનાનિ મિમિધ: પિતા / कुमारसिंह इत्युक्ते . 11 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy