________________
૨ ૬૦
જૈન કાવ્યસાહિત્ય
સમ્યક્તકૌમુદી – આ નામની અનેક રચનાઓ મળે છે. કેટલીકનાં નામ સમ્યત્વકૌમુદીકથાનક, સમ્યત્વકૌમુદીકથા, સમ્યત્વકૌમુદી કથાકોષ, સમ્યક્તકૌમુદીચરિત્ર અને સમ્યક્તકૌમુદી પણ છે. આ નામોની અંદર આવેલા સમ્યક્ત (જૈનધર્મ પ્રત્યે સાચી શ્રદ્ધા) સંબંધી અનેક લઘુકથાઓનો સંગ્રહ છે. વિભિન્ન કથાઓ એક પ્રધાન કથાના ચોકઠામાં સમાવવામાં આવી છે, તે આ પ્રમાણે છે – રાતે અહંદ્રદાસ શેઠ પોતાની આઠ પત્નીઓને કથાઓ સંભળાવે છે કે પોતાને કેવી રીતે સમ્યક્ત પ્રાપ્ત થયું અને પેલી પત્નીઓ પણ પોતાનો વારો આવતાં પોતપોતાને થયેલા સમ્યક્તની કથાઓ કહે છે. આ કથાઓને તે વખતે છૂપાવેશે મંત્રી સાથે ત્યાં આવેલા રાજાએ અને ત્યાં છુપેલા ચોરે સાંભળી. આ કથાઓમાં એક કથા રાજા સુયોધનની છે. તે રાજા પોતાના સત્યનારાયણ કોટવાળને જાળમાં ફસાવવા માટે પોતાના ખજાનામાં ધાપ મારે છે. કોટવાળ તેને સાત દિવસ સુધી સાત કથાઓ દ્વારા ચેતવણી આપી છોડી મૂકે છે પરંતુ અંતે રાજાનો ચોરના રૂપમાં ભેદ ખુલી જાય છે અને લોકો તેને રાજગાદી પરથી ઉઠાડી મૂકે છે.
આ લઘુ કથાકોશ જુદા જુદા કર્તાઓએ રચેલો ઉપલબ્ધ છે. જે આજ સુધી જાણવામાં આવેલ પ્રાચીન કૃતિઓમાં સૌથી પ્રાચીન આ સમ્યક્તકૌમુદી છે, તેની રચના મદનપરાજયના કર્તા નાગદેવે કરી છે. તે લગભગ ૧૪મી સદીના પૂર્વાર્ધના વિદ્વાન છે. તેની પ્રાચીનતમ પ્રતિ સં. ૧૪૮૯ની મળી છે. તેમાં ૩૦૦૦ શ્લોક છે, તેમાં જુદી જુદી આઠ કથાઓ આપવામાં આવી છે.
ધર્મકલ્પદ્રુમ – આ નવ પલ્લવોમાં વિભક્ત બૃહત્ કથાકોશ છે. તેનો ગ્રન્થાગ્ર ૪૮૧૪ શ્લોકપ્રમાણ છે. તેમાં અનેક રોચક કથાઓ આપવામાં આવી છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૪૨૪ ૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૪, પૃ. ૨૧૦-૨૧૧; તેમાં નાગદેવકૃત રચનાનો
પરિચય નથી આપ્યો. ૩. જૈન ગ્રન્થરત્ન કાર્યાલય, હીરાબાગ, મુંબઈથી પ્રકાશિત; વિષયની તુલના અને કર્તાના નિર્ણય માટે જુઓ – વર્ણ અભિનન્દન ગ્રન્થમાં શ્રી રાજકુમાર જૈનનો લેખ
“સમ્યક્તકૌમુદીના કર્તા', પૃ. ૩૭૫-૩૭૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૧૮૮; દેવચન્દ્ર લાલભાઈ પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૪૦, મુંબઈ,
સં.૧૯૭૩; જુઓ હર્ટલનો લેખ : ઝેડ. ડી. એમ. જી., ભાગ ૬૫, પૃ. ૪૨૯ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org