________________
કથાસાહિત્ય
કુમારપાલપ્રતિબોધ (કુમારવાલ-પડિબોહ) આને જિનધર્મપ્રતિબોધ અને હેમકુમારચિ૨ત પણ કહે છે. તેમાં પાંચ પ્રસ્તાવ છે. પાંચમો પ્રસ્તાવ અપભ્રંશ અને સંસ્કૃતમાં છે. તે પ્રધાનતઃ પ્રાકૃતમાં લખાયેલી ગદ્યપદ્યમયી રચના છે. તેમાં ૫૪ કથાઓ સંગૃહીત છે. કર્તાએ દર્શાવ્યું છે કે આ કથાઓ દ્વારા હમેચન્દ્રસૂરિએ કુમારપાળને જૈનધર્મના સિદ્ધાન્ત અને નિયમો સમજાવ્યા હતા. આ સંગ્રહની અધિકાંશ કથાઓ પ્રાચીન જૈન શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે. તેમાં શ્રાવકનાં બાર વ્રતોનું મહત્ત્વ દર્શાવવા માટે તથા પાંચ-પાંચ અતિચારોનાં દુષ્પરિણામો દર્શાવવા માટે કથાઓ આપવામાં આવી છે. અહિંસાવ્રતનું મહત્ત્વ દર્શાવવા માટે અમરસિંહ, દામજ્ઞક આદિની કથા, દેવપૂજાનું માહાત્મ્ય દર્શાવવા માટે દેવપાલપદ્મોત્તર આદિની કથા, સુપાત્રદાન માટે ચન્દનબાળા, ધન્ય તથા કૃતપુણ્યની કથા, શીલવ્રતની મહત્તા દર્શાવવા માટે શીલવતી, મૃગાવતી આદિની કથા, દ્યુતક્રીડાનો દોષ દર્શાવવા માટે નલની કથા, પરસ્ત્રીસેવનનો દોષ દર્શાવવા માટે દ્વારિકાદહન તથા યાદવની કથા વગેરે આપવામાં આવી છે. અન્ને વિક્રમાદિત્ય, સ્થૂલભદ્ર, દશાર્ણભદ્રની કથાઓ પણ આપવામાં આવી છે.
-
=
કર્તા અને રચનાકાળ આ કૃતિની રચના સોમપ્રભાચાર્યે કરી છે. સોમપ્રભના પિતાનું નામ સર્વદેવ અને પિતામહનું નામ જિનદેવ હતું. તે પોરવાડ જાતિના જૈન હતા. સોમપ્રભે કુમાર અવસ્થામાં જૈનદીક્ષા લીધી હતી. તે બૃહદ્ગચ્છના અજિતદેવના પ્રશિષ્ય અને વિજયસિંહસૂરિના શિષ્ય હતા. સોમપ્રભે તીવ્ર બુદ્ધિના પ્રભાવે બધાં શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરી લીધો હતો. તે મહાવીરથી ચાલુ થયેલી પોતાના ગચ્છની ૪૦મી પટ્ટપરંપરાના આચાર્ય હતા. તેમની અન્ય રચનાઓ શતાર્થીકાવ્ય, શૃંગારવૈરાગ્યતરંગિણી, સુમતિનાથચરિત્ર, સૂક્તમુક્તાવલી આદિ
Jain Education International
૨૫૭
૧. જિનરત્નકોશ, પૃ. ૯૨; ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, સં. ૧૪, વડોદરા, ૧૯૨૦; તેનો ગુજરાતી અનુવાદ જૈન આત્માનંદ સભા, ભાવનગરથી સં. ૧૯૮૩માં પ્રકાશિત; વધુ માટે જુઓ વિન્ટરનિટ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, ૫૭૦; આલ્સડોર્ફે આલ્ટ ઉન્ડ ન્યૂ ઈન્ડિશ સ્ટુડિયન, ૧૯૨૮, પૃ.૮ ઉપર તેનાં વિવરણોની સમીક્ષા કરી છે; પ્રદ્યોતકથા માટે ‘એનાલ્સ ઑફ ધી ભાંડારકર ઓ. રિસર્ચ ઈન્સ્ટી.’, ભાગ ૨, પૃ. ૧૨૧ જુઓ; જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૪૬૩-૪૭૨ ૨. વેલણક૨ કોમ્મેમોરેશન વોલ્યૂમ, પૃ. ૪૧-૪૪માં ડૉ. ઘાટગેનો લેખ જુઓ,
For Private & Personal Use Only
www.jainelibrary.org