SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જૈન કાવ્યસાહિત્ય શૈલી, રચનાવિન્યાસ અને વિષય પંચતંત્ર જેવાં છે. આ કૃતિની રચનામાં લેખકે ધાર્મિક તથા લૌકિક બન્ને દૃષ્ટિકોણો રાખ્યા છે. આ દષ્ટાન્તકથાઓમાં બધી જ જાતની લૌકિક ચતુરાઈ ભરી પડી છે અને કેટલીકમાં જૈનધર્મ તથા આચારની છાપ સ્પષ્ટ દેખાય છે. જો કે આ વિષયો ઉપર બીજાઓએ પણ કથાઓ કહી છે, તો પણ સંભવ છે કે આ કથાસંગ્રહની અધિકાંશ કથાઓ કલ્પિત હોય અને અનુરોધવશ રચાઈ હોય. કેટલીક કથાઓ પ્રચલિત ભારતીય કથાઓમાંથી લેવામાં આવી છે અને કેટલીક જૈન આગમોની ટીકાઓમાંથી. અત્તરકથા શીર્ષકનો સંભવતઃ એ અર્થ છે કે જેમ પ્રધાન કથાની ઉપકથાઓ હોય છે તેમ અહીં આ દષ્ટાન્તકથાઓ છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા રાજશેખરસૂરિ છે. તે પ્રબંધકોશ (સં.૧૪૦૫)ના કર્તા પણ છે. તેમના ગુરુ હર્ષપુરીયગચ્છના સાગરતિલકગણિ હતા. રાજશેખરસૂરિની અન્ય કૃતિઓ છે – ષડ્રદર્શનસમુચ્ચય, સ્યાદ્વાદકલિકા, રત્નાકરાવતારિકાપંજિકા અને ન્યાયકંદલીપુંજિકા. તેમનો સમય ૧૪મી સદીનો મધ્ય ભાગ મનાય છે. ઉક્ત રચના ઉપરાંત બીજા પણ કથાસંગ્રહોનો ઉલ્લેખ જિનરત્નકોશમાં છે. . તેમના વિશે વિશેષ કોઈ માહિતી નથી. તેમની સૂચિ તથા સંક્ષિપ્ત વિવરણ અહીં આપવામાં આવે છે : ૧. હેમાચાર્યનો કથાસંગ્રહ ૨. આનન્દસુન્દરનો કથાસંગ્રહ ૩. મલધારીગચ્છીય ગુણસુંદરના શિષ્ય સર્વસુંદર (સં.૧૫૧૦)નો કથાસંગ્રહ ૪. સંખ્યા ૩૩૫ (સન્ ૧૮૭૧-૭૨નો રિપોટ). આ કથાસંગ્રહમાં પહેલી કથા વિક્રમાદિત્યની છે. તે ઉપરાંત શ્રીપાલ વગેરેની બીજી કથાઓ છે, આ કથાઓમાં જૈન વ્રતો અને આચારોનાં ફળો તથા પ્રભાવો દર્શાવાયાં છે. બધી કથાઓ સંસ્કૃતમાં છે પરંતુ તેમાં મરાઠી અને અપભ્રંશ ઉદ્ધરણો પણ છે. કેવળ એક જ કથા આ સંગ્રહમાં પ્રાકૃતમાં છે. ૫. સંખ્યા ૧૨૭૨ (સન્ ૧૮૮૪-૮૭નો રિપોર્ટ). આ કથાસંગ્રહ (સંવત ૧૫૨૪)માં જીવકથા વગેરે કેટલાય વિષયો ઉપર સંસ્કૃતમાં કેટલીય ઉપદેશાત્મક ૧. જિનરત્નકોશ, પૃ. ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy