SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ કર્પૂરપ્રક૨કાવ્યનો પ્રારંભ ‘કર્પૂરપ્રકર’ વાક્યથી થાય છે, તેથી તેનું નામ પણ તે જ થઈ ગયું. તેનું પ્રત્યેક પઘ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે અને પ્રસંગાનુકૂલ દૃષ્ટાન્તો દ્વારા સમજાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જીવદયા ઉપર નેમિનાથનું તથા પરસ્ત્રીઅનુરાગના કુફળ ઉપર રાવણનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. પ્રત્યેક પદ્યમાં એક કે વધુ દૃષ્ટાન્તરૂપ કથાઓ આપવામાં આવી છે. આ દૃષ્ટાન્તોને આધાર બનાવી કથાઓનો વિસ્તાર કરી આ કૃતિ રચવામાં આવી છે. કર્તા અને રચનાકાળ આ કૃતિના કર્તા તપાગચ્છીય રત્નશેખરસૂરિના શિષ્ય સોમચન્દ્રગણિ છે. તેમણે આ રચના વિ.સં.૧૫૦૪માં કરી હતી. જૈન કાવ્યસાહિત્ય - કપૂરપ્રકરના આધાર ઉપર બનેલો બીજો કથાકોશ પણ મળે છે. તે છે ખરતરગચ્છીય જિનવર્ધનસૂરિના શિષ્ય જિનસાગરની કર્પૂરપ્રકરટીકા. તેનો સમય સં.૧૪૯૨થી ૧૫૨૦ મનાય છે. આમ આ ટીકા સોમચન્દ્રકૃત કથામહોદધિની સમકાલીન છે. આમાં ઉક્ત કાવ્યના પદ્યોની વ્યાખ્યા કર્યા પછી દૃષ્ટાન્તકથા સંસ્કૃત શ્લોકોમાં આપવામાં આવી છે. કથાનો પ્રવેશ આગમો કે ઉપદેશમાલા જેવા ગ્રન્થોનાં ગદ્યપદ્યમય પ્રાકૃત ઉદ્ધરણો આપીને કરવામાં આવ્યો છે. આમાં કથાઓનાં શીર્ષક અને ક્રમ ‘ક્થામહોદધિ’ સમાન છે. આમાં નેમિનાથ, સનત્ક્રુમા૨ વગેરે પુરાણપુરુષો, સત્યકી, ચેલ્લણા, કુમારપાલ વગેરે ઐતિહાસિક, અર્ધઐતિહાસિક વ્યક્તિઓ, અને અતિમુક્તક, ગજસુકુમાલ વગેરે તપસ્વીઓ, તથા જૈન પરંપરાનાં ધર્મપરાયણ સ્ત્રીપુરુષોની કથાઓ આપવામાં આવી છે. કપૂરપ્રકર ઉ૫૨ તપાગચ્છીય ચરણપ્રમોદની તથા અજ્ઞાત કર્તાની એમ બે વૃત્તિ મળે છે, બીજી વૃત્તિનો ગ્રન્થાગ્ર ૧૭૬૮ છે. ઉપરાંત, હર્ષકુશલ અને યશોવિજયગણિની ટીકા, તથા મેરુસુંદરનો બાલાવબોધ (ટીકા) અને ધનવિજયગણિકૃત સ્તબકના ઉલ્લેખો મળે છે. સંભવતઃ આમાંથી કેટલીક કૃતિઓ ઉક્ત કથાકોશો સમાન જ હશે. કથાકોશ (ભરતેશ્વરબાહુબલિવૃત્તિ) – મૂળમાં આ ૧૩ ગાથાઓની પ્રાકૃત રચના છે. તે ‘ભરહેસરબાહુબલિ' પદથી શરૂ થાય છે. સંભવતઃ આ નિત્યસ્મરણની Jain Education International ૧. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૯ ૨. જિનરત્નકોશ, પૃ. ૬૯ ૩. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર, મુંબઈથી બે મોટા ભાગોમાં સન્ ૧૯૩૨ અને ૧૯૩૭માં પ્રકાશિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy