________________
૪
આગમેતર સાહિત્યથી અમારું તાત્પર્ય તે સાહિત્યથી છે જે જૈનાગમોની, વિષય અને શૈલીની દૃષ્ટિએ, અનુયોગ નામની એક વિશેષ વ્યાખ્યાનપદ્ધતિના રૂપમાં ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દીઓથી રચાવા માંડ્યું હતું. તેના આવિષ્કારક આચાર્ય આર્યરક્ષિત મનાય છે. અનુયોગપદ્ધતિ ચાર પ્રકારે બતાવવામાં આવી છે ઃ ૧. ચરણકરણાનુયોગ, ૨. ધર્મકથાનુયોગ, ૩. ગણિતાનુયોગ, ૪. દ્રવ્યાનુયોગ. તેમનું વિશેષ વિવેચન ન કરતાં માત્ર એટલું જ સૂચિત કરીશું કે ચરણકરણાનુયોગવિષયક સાહિત્ય ઔપદેશિક પ્રકરણોના રૂપમાં અને ગણિતાનુયોગ તથા દ્રવ્યાનુયોગવિષયક સાહિત્ય આગમિક પ્રકરણોના રૂપમાં જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના પૂર્વ ગ્રંથોમાં નિરૂપાયું છે. અહીં ધર્મકથાનુયોગના વિશે જ કંઈક કહેવું જરૂરી છે.
જૈન કાવ્યસાહિત્ય
ધર્મકથાનુયોગનો વિષય વિશુદ્ધ આચરણ કરનારા મહાપુરુષોની જીવનકથાઓ છે. આમાં સમાવિષ્ટ વિષયવસ્તુ એક વખતે જૈન આગમના ૧૨મા અંગ દૃષ્ટિવાદના ચોથા વિભાગ અનુયોગની વિષયવસ્તુ હતી, ત્યાં તે બે ઉપવિભાગોમાં વિભક્ત હતી : ૧. મૂલ પ્રથમાનુયોગ અને ૨. ગંડિકાનુયોગ. મૂલ પ્રથમાનુયોગમાં અરિહંતોનાં ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને નિર્વાણ સંબંધી ઇતિવૃત્ત તથા શિષ્યસમુદાયનાં વર્ણનો સમાવવામાં આવ્યાં છે અને ગંડિકાનુયોગમાં કુલકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરે અન્ય મહાપુરુષોનાં ચરિત્ર હતાં. માન્યતા અનુસાર દૃષ્ટિવાદ અંગનો વિચ્છેદ થઈ ગયો હતો તેથી તેના એક વિભાગ અનુયોગનો પણ વિચ્છેદ મનાયો હતો. આર્યરક્ષિતે તેનો ઉદ્ધાર ધર્મકથાનુયોગ અંતર્ગત કર્યો, પણ ઈસ્વી સનો પ્રારંભ થતાં થતાં તે પણ વિશીર્ણ થઈ ગયો.
પંચકલ્પભાષ્ય અનુસાર શાલિવાહન રાજાના સમકાલીન આચાર્યકાલકે (વીર. નિ. ૬૦૫ લગભગ) જૈન પરંપરાગત કથાઓના સંગ્રહ રૂપે પ્રથમાનુયોગ નામથી આ વિશીર્ણ સાહિત્યનો કર્યો. વસુદેવહિંડી,
પુનરુદ્ધાર
૧. સમવાયાંગ, સૂ. ૧૪૭; નસૂિત્ર, સૂ. ૫૬
૨. ગા. ૧૫૪૫-૧૫૪૯
3. तत्थ ताव सुहम्मसामिणा जंबूनामस्स पढमाणुओगे तित्थयरचक्रवट्टिदसारवंसपरूवणागयं
वसुदेवचरियं कहियं ति ।
-વસુદેવહિંડી, પ્રથમ ખંડ, પૃ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org