SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય અને અર્થાન્ત૨ન્યાસ તો જ્યાંત્યાં જોવા મળે છે. અનુષ્ટુલ્ છંદોનો જ અધિક પ્રયોગ થયો છે. કેવળ ૧૧૬ શ્લોકો વિવિધ છંદોમાં છે. કુમારપાલભૂપાલચરિતના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે તેના કર્તા જયસિંહસૂરિ છે, તે કૃષ્ણર્ષિગચ્છના હતા. પ્રશસ્તિમાં ગુરુપરંપરા પણું આપી છે. તે મુજબ કૃષ્ણર્ષિગચ્છમાં જયસિંહસૂરિ પ્રથમ થયા જેમણે સં. ૧૩૦૧માં મરુભૂમિમાં મન્ત્રના પ્રભાવથી વરસાદ લાવીને સંઘને નવજીવન આપ્યું. તેમના શિષ્ય પ્રસન્નચન્દ્ર થયા. તેમના શિષ્ય મહેન્દ્રસૂરિ થયા. મહેન્દ્રસૂરિનું સમ્માન બાદશાહ મુહમ્મદશાહે કર્યું હતું. પ્રસ્તુત કાવ્યના કર્તા જયસિંહસૂરિ (દ્વિતીય) તેમના શિષ્ય હતા. આ જયસિંહસૂરિના જ શિષ્ય નયચન્દ્રસૂરિ હતા જેમણે હમ્મીરમહાકાવ્ય જેવી ઐતિહાસિક કૃતિની રચના કરી હતી. નયચન્દ્રસૂરિએ ઉક્ત મહાકાવ્યની પ્રશસ્તિમાં જયસિંહસૂરિને ષટ્લાષાચક્રી સારંગને (હમ્મીરના રાજપંડિતને) હરાવનાર તથા ન્યાયસારટીકાના કર્તા તથા નવ્યવ્યાકરણના કર્તા માન્યા છે. આ જયસિંહસૂરિ હમ્મીરમદમર્દનના કર્તાથી જુદા છે. પ્રસ્તુત ચરિત વિ.સં.૧૪૨૨માં સમાપ્ત થયું હતું. ૨૨૫ પંદરમી સદીના ઉત્તરાર્ધનું કાવ્ય છે કુમારપાલપ્રબન્ધ. આ ગદ્યપદ્યમિશ્રિત રચના છે. તેને જિનમંડનગણિએ વિ.સં.૧૪૯૨માં પૂરી કરી હતી. તેમણે પોતાની આ કૃતિની સામગ્રી મુખ્યપણે પ્રબન્ધચિન્તામણિ અને કુમાલપાલભૂપાલચરતમાંથી લીધી છે અને કુમારપાલભૂપાલચિરતમાંથી તો ઉલ્લેખ કર્યા વિના અનેક પદ્યો ખુલ્લંખુલ્લા ઉઠાવ્યાં છે, યદ્યપિ પ્રસ્તુત કૃતિ ગદ્યમાં છે. ઉક્ત બે કૃતિઓ સિવાય જિનમંડને પ્રભાવકચરિત અને એક પ્રાકૃત કૃતિનો પણ ઉપયોગ કર્યો છે. કુમારપાલપ્રબંધ સાથે આ પ્રાકૃત કૃતિને મેળવી શકાઈ નથી. જિનમંડને મોહરાજપરાજ્યનો સાર પણ આપ્યો છે અને એવું સમજી લીધું છે કે ઉક્ત નાટક સાથે સંબદ્ધ ઘટના જાણે કે વાસ્તવમાં ઘટી હતી. જયસિંહસૂરિએ એને પહેલાં જ સારરૂપે આપેલ છે અને સંભવતઃ જયસિંહસૂરિની કૃતિમાંથી આમાં નકલ કરવામાં આવી છે. હકીકતમાં, જિનમંડનની આ રચના ઉપર નિર્દિષ્ટ કૃતિઓમાંથી ચૂંટેલા અંશોનો શિથિલ સંગ્રહ છે. એમ તો એક ઈતિહાસલેખક પણ નિઃસંદેહ ૧. શ્રી વિમરૃપાત્ દ્વિ દ્વિ મન્વન્કે (૧૪૨૨)ઽયમગાયત્ । ग्रन्थः ससप्तत्रिशती षट् सहस्राण्यनुष्टुभाम् ॥ ૨. જિનરત્નકોશ, પૃ. ૯૩; આત્માનન્દ જૈન સભા, ગ્રન્થાંક ૩૪, ભાવનગર, સં. ૧૯૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy