SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૬ જેન કાવ્યસાહિત્ય ગુરુગુણરત્નાકરકાવ્ય – આ કાવ્યમાં તપાગચ્છના પટ્ટધર લક્ષ્મીસાગરસૂરિ (સં.૧પ૧૭-૧૫૪૭ ગચ્છનાયકોનું જીવનવૃત્તાન્ત ચાર સર્ગોમાં નિરૂપાયું છે.' કાવ્ય સંસ્કૃતમાં છે. તેનું ઐતિહાસિક વિવેચન અન્યત્ર આપ્યું છે. - કર્તા અને રચનાકાળ – આનું સર્જન લીસાગરના પટ્ટકાળમાં જ સં. ૧પ૪૧માં સોમચરિત્રગણિએ કર્યું હતું. પ્રશસ્તિમાં ગ્રન્થકર્તાએ પરિચય દેતી વખતે પોતાની ગુરુપરંપરામાં લખ્યું છે કે પોતે તપાગચ્છના સોમસુન્દરસૂરિના શિષ્ય સોમદેવસૂરિ અને તેમના શિષ્ય ચરિત્રહંસગણિના શિષ્ય હતા. સુમતિસંભવ – આ કાવ્યમાં તપાગચ્છીય વિદ્વાન કવિ સુમતિસાધુનું જીવનચરિત લખવાનો ઉપક્રમ કરવામાં આવ્યો છે પરંતુ કાવ્યનાયકના વિષયમાં આનાથી વધુ જાણકારી નથી મળતી. તેમના કરતાં ઘણી અધિક ઉપયોગી સામગ્રી માંડવગઢના ધનાઢ્ય વેપારી સંઘપતિ જાવડની સામાજિક પ્રતિષ્ઠા તથા ધર્મનિષ્ઠાના વિષયમાં મળે છે. તેની ચર્ચા ઐતિહાસિક કાવ્યોના પ્રસંગમાં કરીશું. કર્તા અને રચનાકાળ – આ રચના સર્વવિજયગણિએ કરી છે. તે શિવહેમના શિષ્ય અને જિનમાણિક્યના છાત્ર હતા. કૃતિનો રચનાકાળ અજ્ઞાત છે પરંતુ પ્રાચીન પ્રતિલિપિ સં. ૧૫૫૪ની લખેલી મળી છે. તેમાં સં. ૧૫૪૭માં જાવડે કરેલી પ્રતિમાપ્રતિષ્ઠાનું વર્ણન છે. પરંતુ સુમતિસાધુના સ્વર્ગારોહણ (સં. ૧૫૫૧)નો - ઉલ્લેખ નથી. તે ઉપરથી લાગે છે કે આ કાવ્ય સં. ૧૫૪૭ પછી પરંતુ ૧૫૫૧ પહેલાં રચાયું હોવું જોઈએ. સર્વવિજયગણિની અન્ય રચના “દશશ્રાવકચરિત' મળે જગદગુરુકાવ્ય – આ કાવ્યનો ગ્રન્યાગ્ર ૨૩૩ શ્લોકપ્રમાણ છે. તેમાં સંસ્કૃત છંદોમાં તપાગચ્છના હીરવિજયસૂરિનું જીવનચરિત આલેખાયું છે. સં. ૧૬૪૧માં ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૬; યશોવિજય જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૨૪, વીર સં. ૨૪૩૭. તેના ચાર સર્ગોનો સાર “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૪૯૬-૫૦૨માં મો. દ. દેસાઈએ આપ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૪૬; આની એક માત્ર પ્રતિ એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ, કલકત્તામાં સુરક્ષિત છે (પ્રતિસંખ્યા ૭૩૦૫). આ કાવ્યના પરિચય માટે ગંગાનગરના પ્રો. સત્યવ્રત તૃષિતનો હું આભારી છું. ૩. આને હર્ષકુલગણિએ ઈડરમાં લખાવી હતી : સંવત્ ૨૦૧૪ વર્ષે શ્રીફલ્મ હીનારે हर्षकुलगणयः सुमतिसम्भवमलीलिखल्लेखकेन । ૪. જિનરત્નકોશ, પૃ. ૧૨૮; યશોવિજય જૈન ગ્રન્થમાળા, સં. ૧૪, ભાવનગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy