SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૨ ૧૩ એ સંભવ નથી કે ઉપર જણાવેલ બધી રચનાઓ તથા કર્તાઓનો પરિચય અપાય. તેમાંથી કેટલીય કૃતિઓનો પરિચય એન. ડબલ્યુ. બ્રાઉનના “સ્ટોરી ઑફ કાલકમાં તથા ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે કાલકાચાર્યની પોતાની ગુજરાતી પ્રસ્તાવનામાં આપ્યો છે. તેમાં કેટલાંય સારાં આલંકારિક લઘુકાવ્યો છે. કથાનકનો સાર – ભારતવર્ષના ધારાવાસ નગરના રાજા વૈરસિંહનો પુત્ર કાલકકુમાર અનેક કલાઓમાં નિપુણ હતો. એક વાર ગુણાકરસૂરિનો ઉપદેશ સાંભળી તેણે જૈની દીક્ષા ગ્રહણ કરી લીધી. પછી પોતાના જ ગુરુના પટ્ટધર બની પાંચ સો શિષ્યો સાથે તે વિહાર કરવા લાગ્યા. કાલકની બેન સરસ્વતી પણ સાધ્વી બની ગઈ. પણ તેના સૌન્દર્યમાં મોહ પામી ઉજ્જૈનનો રાજા ગભિલ્લ તેને પોતાના અંતઃપુરમાં લઈ ગયો. ત્યારે કાલકે તેને બહુ જ સમજાવ્યો પરંતુ બધું વ્યર્થ જતાં કાલકે અપવાદમાર્ગ અપનાવી સાધુવેશ છોડી ગઈભિલ્લનો ઉછેદ કરવા નિશ્ચય કર્યો અને સિન્ડ્રદેશ પાર કરી શક રાજાને કાલક બોલાવી લાવ્યા. ગર્દભિલ્લ મરાયો અને શક રાજા ઉર્જનનો રાજા બન્યો. કાલાન્તરે તેના વંશનો ઉચ્છેદ કરી વિક્રમાદિત્ય રાજા બન્યા. આ બાજુ કાલકાચાર્યે પ્રાયશ્ચિત્ત કરી પુનઃ નિવેશ ધારણ કર્યો અને દેશદેશાન્તરોમાં ભ્રમણ કર્યું. દક્ષિણ દેશના સાતવાહન રાજાની વિનંતીથી તેમણે પર્યુષણની પંચમી તિથિ બદલીને ચતુર્થી કરી દીધી. એક વાર તેમણે ઈન્દ્રની નિગોદ વિશેની શંકાઓ દૂર કરી. તે પોતાના દુર્વિનીત શિષ્ય સાગરસૂરિને ઉપદેશ દેવા સુવર્ણભૂમિ પણ ગયા. પછી તેમનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. પરવર્તી રચનાઓમાં વર્ણવવામાં આવેલી અનેક ઘટનાઓને સત્ય માની કેટલાક વિદ્વાનોએ બે કાલકાચાર્યોની કલ્પના કરી છે.' - વજસ્વામિચરિત – વજસ્વામીના ચરિત્ર ઉપર વજસ્વામિકથા તથા વજસ્વામિચરિત્ર (પ્રાકૃત)ના ઉલ્લેખ મળે છે. જે બે અપભ્રંશ રચનાઓનો પણ આ સંબંધમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંની એક રચના જિનહર્ષસૂરિએ સં. ૧૩૧૯માં કરી હતી. ૧. દ્વિવેદી અભિનન્દન ગ્રન્થમાં મુનિ કલ્યાણવિજયજીનો લેખ. પ્રથમ કાલકાચાર્ય, મહાવીર નિર્વાણ સં. ૩00-૩૭૬માં તથા બીજા મહાવીર નિ.સં. ૪૨૫ લગભગ અને ૪૬૫ પહેલાં. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy