SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય ૨૦૭ જીવનો ઉપર રચવામાં આવેલી આ એક કૃતિ છે. તેમાં કર્તાએ પોતાના છે ગુરુભાઈઓનાં – ઉદયનન્ટિ, ચારિત્રરત્ન, રત્નશેખર, લક્ષ્મીસાગર, વિશાલરાજ અને સોમદેવનાં – ચરિતો આપ્યાં છે. કર્તા અને રચનાકાળ – આ કૃતિના કર્તા તપાગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય મુનિસુન્દરસૂરિના શિષ્ય શુભશીલગણિ છે. કૃતિની રચના વિ.સં. ૧૫૦૪માં થઈ છે. આ વર્ષ પહેલાં કર્તાએ વિ.સં. ૧૪૯૦ અને ૧૪૯૯ની વચ્ચે વિક્રમચરિત્ર, અને પછી વિ.સં. ૧૫૦૯માં વિશાળ કથાગ્રંથ પંચશતીપ્રબોધપ્રબંધ અર્થાત ભરતેશ્વરબાહુબલિવૃત્તિની રચના કરી છે. પ્રભાવક આચાર્યોનાં સ્વતંત્ર ચરિત્રો પણ મળે છે. દિગંબર-શ્વેતાંબર સંઘના ઈતિહાસમાં ભદ્રબાહુનું મહત્ત્વનું સ્થાન છે. તે ચન્દ્રગુપ્ત મૌર્યના સમકાલીન મનાય છે. દિગમ્બર પરંપરા તેમને અત્તિમ શ્રુતકેવલી કહે છે. તેમનું ચરિત્ર પ્રાચીન કૃતિઓમાં આપવામાં આવ્યું છે. કેટલાય કથાગ્રંથોમાં તેમના ચારિત્રનું આલેખન છે. સ્વતંત્ર ચરિત્રના રૂપમાં પણ બેએક રચના મળે છે. ભદ્રબાહુચરિત – આ ચાર અધિકારોમાં વિભક્ત સંસ્કૃત કૃતિ છે. અધિકારોમાં ક્રમશઃ ૧૨૯, ૯૩, ૯૯ અને ૧૭૭ શ્લોકો છે. આમાં દિગંબર માન્યતા અનુસાર ભદ્રબાહુનું ચરિત્ર આલેખાયું છે. કર્તાએ પોતાના પૂર્વવર્તી દેવસેન અને હરિણ દ્વારા પ્રતિપાદિત કથાઓને જોડીને ચરિત્ર આલેખ્યું છે, તેથી બંનેના ચરિત્રોથી આમાં પરિવર્તન જણાય છે. કર્તાએ હરિફેણની પરંપરાથી પ્રાપ્ત અર્ધફાલક સંપ્રદાય જીવનકથાઓને પણ ચરિત્રો કહ્યાં છે. પ્રબંધોનો વિષય યદ્યપિ અર્ધ ઐતિહાસિક યા ઐતિહાસિક વ્યક્તિ જ છે તથાપિ તેમને રચવાનું ધ્યેય હતું “ધર્મશ્રવણ માટે ભેગા થયેલા સમાજને ઉપદેશ દેવો, જૈનધર્મના માહાત્મને દર્શાવવું, સાધુઓને સમયાનુકૂળ ઉપદેશની સામગ્રી આપવી અને શ્રોતાઓનો ચિત્તવિનોદ કરવો. તેથી પ્રબંધોને વાસ્તવિક ઈતિહાસ યા જીવનચરિત ન સમજવા જોઈએ. ૧. જિનરત્નકોશ, પૃ. ૨૬૬ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૧; જૈન ભારતી ભવન, બનારસ, વી.સં. ૨૪૩૭, ૫. ઉદયલાલ કાસલીવાલકૃત હિન્દી અનુવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy