SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જેન કાવ્યસાહિત્ય હિંસક સંકલ્પ કરી બેસે છે. કાલાન્તરે બીજી ઘટનાના પ્રભાવથી તે પ્રતિબદ્ધ થઈ ભગવાન મહાવીરનો શિષ્ય બની આત્મકલ્યાણ કરે છે. આ ચરિત્ર ઉપર ખરતરગચ્છના ગુણશેખરના શિષ્ય નયરંગે સં. ૧૬૨૪ લગભગ અર્જુનમાલાકાર કર્તવ્ય રચ્યું છે. આ ચરિત્ર ઉપર વર્તમાન યુગમાં તેરાપંથી આચાર્ય કાલૂગણિથી દીક્ષિત અને તુલસીગણિના શિષ્ય ચન્દન મુનિએ સુલલિત સંસ્કૃત ગદ્યમાં અર્જુનમાલાકાર કૃતિ રચી છે. તેનો રચનાકાળ સં. ૨૦૨૫ છે. કાવ્યમાં સાત સમુચ્છવાસ છે. ચન્દન મુનિની અનેક સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ મળે છે. સંસ્કૃતમાં છે પ્રભવપ્રબોધકાવ્ય, અભિનિષ્ક્રમણ, જ્યોતિસ્કુલિંગ, ઉપદેશામૃત, વૈરાગ્યેકસપ્રતિ, પ્રબોધ પંચપંચાશિક, અનુભવશતક, પંચતીર્થી, આત્મભાવધાઝિશિકા, પથિકાંચદશક અને પ્રાકૃતમાં છે રાયણવાલકહા, જયચરિયું તથા સીઈધમ્મસુત્તીઓ. રૌહિણેયકથા – મહાવીરકાલીન પ્રસિદ્ધ ચોર હતો. મહાવીરના ઉપદેશથી તેનો ઉદ્ધાર થયો હતો. તેના પર રામચન્દ્રસૂરિએ પ્રબુદ્ધરૌહિણેય નામનું સંસ્કૃત નાટક રચ્યું છે. તે ઉપરાંત કામદ્રહગચ્છના દેવચન્દ્રના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિએ આ પ્રસ્તુત કૃતિ રચી છે. ઉપાધ્યાય દેવમૂર્તિની અન્ય રચનાઓમાં વિક્રમચરિત મળે છે. - વિદ્યચ્ચરચોર પછીથી મુનિ બની ગયો હતો. તેના ઉપર ભટ્ટારક સકલકીર્તિએ રચેલી કૃતિ મળે છે.* - ચન્દનાચરિત – મહાસતી ચન્દના ભગવાન મહાવીરના સાધ્વીસંઘની પ્રમુખ હતી. તેના ચરિત્ર ઉપર ભટ્ટારક શુભચન્દ્ર કાવ્યનું સર્જન કર્યું છે. આ કાવ્યમાં પાંચ સર્ગ છે. તેની રચના વાગડ પ્રદેશના પૂંગરપુર નગરમાં થઈ હતી. આ વિષયની અન્ય સ્વતંત્ર રચનાઓ સંસ્કૃત કે પ્રાકૃતમાં થઈ નથી. ૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૮૪ ૨. રામલાલ હંસરાજ ગોલછા, વિરાટનગર (નેપાલ) દ્વારા પ્રકાશિત. તેનો હિન્દી અનુવાદ છોગમલ ચોપડાએ કર્યો છે. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૩૪; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૦૮ તથા જૈન આત્માનન્દ સભા, ભાવનગર, ૧૯૧૬; આનો અંગ્રેજી અનુવાદ ન્યૂ હેવન (અમેરિકા)થી સન્ ૧૯૩૦માં એચ. જોન્સને “સ્ટડીઝ ઈન ઓનર ઓફ બ્લમફીલ્ડ'માં પ્રકાશિત કર્યો છે. ૪. જિનરત્નકોશ, પૃ. ૩પ૬ ૫. સર્ગ ૫, પદ્ય સં. ૨૦૮; રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy