________________
પૌરાણિક મહાકાવ્ય
૧૮૧
પ્રથમ ગણધર' પુંડરીકના ચરિત્રને લઈને પણ એક જૈન કવિએ પુંડરીક ચરિત્ર રચ્યું છે. તેનો પરિચય નીચે પ્રમાણે છે.
પુંડરીકચરિત – આ મહાકાવ્ય આઠ સર્ગોમાં વિભક્ત છે. તેમાં ૨૮૩૦ શ્લોક છે. તેનું પરિમાણ ૩૩૦૦ શ્લોકપ્રમાણ છે. પૌરાણિક મહાકાવ્ય હોવાથી તેમાં અનેક અલૌકિક અને અપ્રાકૃત તત્ત્વોનો સમાવેશ થયો છે. સાથે સાથે સ્તોત્રો અને માહાભ્યોનું આલેખન પણ થયું છે. શત્રુંજયમાહાસ્યનું વર્ણન અનેક સ્થાને થયું છે. કાવ્યમાં અવાન્તર કથાઓની અંદર. અન્ય ભવોનું નિરૂપણ કરી કર્મફલ અને જૈનધર્મનું મહત્ત્વ દર્શાવ્યું છે.
આ કાવ્યના નાયકનું કથાનક વાસ્તવમાં ત્રીજા સર્ગથી શરૂ થાય છે. પહેલા બે સર્ગોમાં ઋષભદેવ અને ભરત-બાહુબલિનું વર્ણન છે. પહેલાં કાવ્યમાં આઠ સર્ગો હોવાની વાત કહી છે પરંતુ આઠ સર્ગો પછી પણ ૧૦૦ પદ્યો આવે છે. પછી જ કાવ્ય સમાપ્ત થાય છે. હકીકતમાં આ ૧૦૦ પદ્યોનો નવમો સર્ગ મનાવો જોઈએ પરંતુ કવિએ ક્યાંય પણ તેને નવમો સર્ગ કહ્યો નથી. કાવ્યના નાયકની મોક્ષપદપ્રાપ્તિ આઠમા સર્ગના મધ્યભાગે જ દર્શાવવામાં આવી છે અને ત્યાં જ કથાની સમાપ્તિ સમજવી જોઈએ પરંતુ કવિએ આગળ કંઈક વધારીને ઋષભદેવ અને ભરત ચક્રવર્તીના નિર્વાણને દર્શાવવા માટે કથાક્રમ ચાલુ રાખ્યો છે. આ કાવ્યના નામ ઉપરથી સ્પષ્ટ છે કે પુંડરીક જ કાવ્યના નાયક છે. તેથી તેમાં તેનું વ્યક્તિત્વ સર્વાધિક પ્રભાવશાળી હોવું જોઈએ પરંતુ તેનું વ્યક્તિત્વ તો આ કાવ્યમાં ઋષભદેવ અને ભારતની આગળ કંઈક દબાયેલું જણાય છે અને તે કેવળ ઉપદેશકના રૂપમાં જ દેખાય છે. આમ આ કાવ્યમાં નાયકના રૂપમાં ઋષભદેવ, ભરત અને પુંડરીક ત્રણે પાત્ર આગળ આવે છે.
પુંડરીકચરિતની ભાષા સરળ અને સરસ છે. તેમાં પ્રસંગાનુરૂપ ઓજ, પ્રસાદ અને માધુર્ય ગુણોવાળી ભાષાનો પ્રયોગ થયો છે. સામાન્યતઃ ભાષામાં પ્રસાદગુણની અધિકતા છે પરંતુ યુદ્ધ વગેરે પ્રસંગોમાં તે ઓજપૂર્ણ બની જાય છે. આ ચરિતની ભાષામાં યમક અને અનુપ્રાસનો આગ્રહ પ્રબળ છે, તેથી ભાષામાં ગતિ, પ્રવાહિતા અને ઝંકૃતિના ગુણો આવી ગયા છે. પુંડરીકચરિતમાં ક્યાંક ક્યાંક ગદ્યનો પણ
૧. શ્વેતાંબર માન્યતા અનુસાર ૨. શારદા વિજય જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રકાશિત; જિનરત્નકોશ, પૃ. ૨૫૧ ૩. પુંડરીકચરિત, સર્ગ ૧, શ્લોક ૭૫-૭૬; સર્ગ ૫, શ્લોક ૧૯૫, ૩૩૭, વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org