SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય જયકુમાર અને સુલોચના અનેક સુખો ભોગવે છે. એક દિવસ મહેલની અટારીમાં બેઠાં બેઠાં બન્નેએ આકાશમાર્ગે જતું વિદ્યાધરદમ્પતી જોયું અને બન્નેને પૂર્વભવની ઘટનાનું સ્મરણ થતાં બન્ને મૂર્છિત થઈ ગયાં. મૂર્છા વળી જતાં ભવાવલિઓનું વર્ણન કરતાં કરતાં સુખે સમય પસાર કરવા લાગ્યાં. એક વાર એક દેવે આવી જયકુમારના શીલની પરીક્ષા કરી. પછી જયકુમાર સંસારથી વિરક્ત થઈ ગયા અને તેમણે ભગવાન ઋષભદેવ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. આ કથાનક ઉપર નીચેની કૃતિઓ આજ સુધીમાં મળી છે : ૧. મહાસેન (વિ.સં. ૮૩૫થી પહેલાં) ૨. ગુણભદ્ર (વિ.સં.૯૦૫ લગભગ) ૩. હસ્તિમલ્લ (૧૩મી સદી) ૪. વાદિચન્દ્ર ભટ્ટા. (વિ.સં. ૧૬૬૧) ૫. બ્ર. કામરાજ (૧૭મી સદીનો ઉત્તરાર્ધ) જયકુમારચરિત્ર 23 ૧૭૯ સુલોચનાકથા મહાપુરાણનાં અંતિમ પાંચ પર્વોમાં વિક્રાન્તકૌરવ યા સુલોચના નાટક સુલોચનારિત ૬. બ્ર. પ્રભુરાજ ૭. પં. ભૂરામલ જયોદયમહાકાવ્ય આ કૃતિઓમાંથી વિક્રાન્તકૌરવનો પરિચય નાટકોના પ્રસંગોમાં તથા જયોદયમહાકાવ્યનો પરિચય શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગમાં આપીશું. બાકીની કૃતિઓનો પરિચય નીચે આપ્યો છે. સુલોચનાકથા આનો ઉલ્લેખ જિનસેને પોતાના હરિવંશપુરાણમાં, ઉદ્યોતનસૂરિએ પોતાની કુવલયમાલામાં અને ધવલકવિએ પોતાના અપભ્રંશ હરિવંશરમાં ભારે પ્રશંસાભર્યા શબ્દોમાં કર્યો છે. કુવલયમાલામાં આ કથા વિશે નીચે મુજબ કહ્યું છે : सण्णिहियजिणवरिंदा धम्मकहाबंधदिक्खियणरिंदा । Jain Education International कहिया जेण सुकहिया सुलोयणा समवसरणं च ॥ ३९ ॥ અર્થાત્ જેણે સમવસરણ જેવી સુકથિતા સુલોચનાકથા કહી. જેમ સમવસરણમાં જિનેન્દ્ર શ્રોતાઓ સમક્ષ હોય છે અને તેમનો ધર્મોપદેશ સાંભળી રાજાઓ દીક્ષા લે છે, તેવી જ રીતે સુલોચનાકથામાં પણ જિનેન્દ્ર સન્નિહિત છે અને તેમાં રાજાએ દીક્ષા લીધી છે. કુવલયમાલા પછી પાંચ વર્ષે રચાયેલા હરિવંશપુરાણમાં ઉક્ત કૃતિ વિશે નીચે પ્રમાણે કહ્યું છે : ૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૨૦-૪૨૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy