________________
પૌરાણિક મહાકાવ્ય
૧૬૭
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા તપાગચ્છના આચાર્ય હેમવિમલના શિષ્ય જિનમાણિક્ય યા જિનમાણિક્યના શિષ્ય અનન્તહસ છે. કેટલાક વિદ્વાન અનન્તહંસને જ વાસ્તવિક કર્તા માને છે જ્યારે કેટલાક તેમના ગુરુને. કૃતિમાં રચનાકાળ જણાવ્યો નથી પરંતુ તપાગચ્છપટ્ટાવલીમાં હેમવિમલને પપમા આચાર્ય મનાયા છે અને તેમનો સમય ૧૬મી સદીનો પ્રારંભ બરાબર બંધ બેસે છે. તેથી પ્રસ્તુત કાવ્યનો કાળ ૧૬મી સદીનો પૂર્વાર્ધ માની શકાય.
બીજી રચના પૂર્ણિમાગચ્છના વિદ્યારત્ન કરી છે. તેમનો સમય સં. ૧૫૭૭ છે. કર્તાની ગુરુપરંપરા આ પ્રમાણે છે – જયચન્દ્ર, ભાવચન્દ્ર, ચારિત્રચન્દ્ર, મુનિચન્દ્ર (ગુરુ).
અમ્બડચરિત્ર- ઋષિભાષિતસૂત્રમાં અમ્બડને પ્રત્યેકબુદ્ધ કહી તેમના ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રથમ ઉપાંગ ઔપપાતિકસૂત્રમાં અમ્બડ પરિવ્રાજકની કથા આપી છે. સંભવતઃ તેમના ચરિત્રના આધારે ઉત્તરકાલીન કવિઓએ પોતાની અભુત કલ્પનાઓને જોડીને ૪-૫ કૃતિઓ રચી છે. તેમાં મુનિરત્નસૂરિકૃત કાવ્યનો ગ્રન્યાગ્ર ૧૨૯૦ છે. રચનાકાળ જ્ઞાત નથી. અન્ય રચનાઓમાં અમરસુન્દર (૧૪૫૭), હર્ષસમુદ્ર વાચક (સં. ૧૫૯૯), જયમેરુ (સં. ૧પ૭૧) તથા એક અજ્ઞાત કર્તાની કૃતિઓ મળે છે. અહીં કેવળ એક કૃતિનો પરિચય આપીશું.
અમ્બડચરિત – આને અમ્બડકથાનક પણ કહે છે. આમાં અમ્બડની કથા ઘણી જ વિચિત્રતાથી વર્ણવવામાં આવી છે. પહેલાં તે એક તાંત્રિક હતા અને તેમણે યંત્ર-મંત્રના બળે, ગોરખાદેવી દ્વારા નિર્દિષ્ટ સાત દુષ્કર કાર્યો પાર પાડી દેખાડ્યાં. તેણે ૩૨ સુંદરીઓ સાથે લગ્ન કર્યા અને અપાર ધન તથા રાજય પ્રાપ્ત કર્યું. છેવટે તેણે પ્રવ્રજિત થઈ સંલેખનામરણથી દેહત્યાગ કર્યો. આ કથા સંસ્કૃતમાં છે. તેમાં કવિએ પોતાની વિલક્ષણ પ્રતિભા દર્શાવી છે અને કથાને સિંહાસન દ્વાત્રિશિકામાં આલિખિત વિક્રમાદિત્યના ઘટનાચક્ર જેવા ઘટનાચક્ર સાથે જોડી છે.
૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૨, પૃ. ૨૫-૩૦, અમ્બડચરિત્ર ૨. જિનરત્નકોશ, પૃ. ૧૫; અમદાવાદથી સન્ ૧૯૨૩માં પ્રકાશિત ૩. એજન, પૃ. ૧૫ ૪. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૦; તેનો જર્મન અનુવાદ ચાર્લ્સ ક્રાઉસે કર્યો છે, તે
લીપઝીગથી પ્રકાશિત થયો છે (૧૯૨૨), વિન્ટરનિત્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૩૪૦માં તેને કૌતુકપૂર્ણ લોકકથા કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org