SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ જૈન કાવ્યસાહિત્ય કાવ્યની ભાષા સરળ અને સ્વાભાવિક છે. ઘટનાઓ અને પરિસ્થિતિઓને અનુકૂળ શબ્દયોજના કરવામાં કવિ સફળ છે. કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે પરંતુ અન્ય રસોની નિષ્પત્તિ પણ બરાબર કરવામાં આવી છે. કાવ્ય ઉપર વ્યર્થ શબ્દાલંકારો લાદવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો. અર્થાલંકારોમાં ઉપમા, રૂપક અને ઉન્ઝક્ષાના રોચક પ્રયોગો દેખાય છે. સર્ગાત્તે અન્ય ઇન્દોનો પ્રયોગ થયો છે. ક્યાંક ક્યાંક સર્ગની વચ્ચે પણ અન્ય વૃત્તોનો પ્રયોગ થયો છે. કથાવસ્તુ – ઉપર્યુક્ત રચનાઓમાં પ્રત્યેકબુદ્ધ કરકંડુ, દ્વિમુખ, નમિ અને નગ્નતિનાં જીવનચરિત્રો આલિખિત છે. તે ચાર સમકાલીન હતા. તેમની કથા સંક્ષેપમાં નીચે મુજબ છે : ૧. ચંપાનગરીના રાજા દધિવાહન હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી. એક વાર દુષ્ટ હાથી રાણીને ઉપાડી ગયો. રાણી ગર્ભવતી હતી. તેણે એક નગર સમીપ મશાનભૂમિમાં પુત્રને જન્મ આપ્યો. રાણી સાધ્વી બની જાય છે અને બાળકને એક માતંગ ઉછેરે છે અને શિક્ષણ આપે છે. બાળકનું નામ અવકર્ણક રાખવામાં આવ્યું. તેના દેહ ઉપર રુક્ષકંડૂ હતું. રમતમાં તે રાજા બની પોતાના સાથીઓને પ્રજા બનાવી તેમની પાસે કરના રૂપમાં પોતાનું શરીર ખંજવાળાવતો હતો, તેથી લોકો તેને કરકંડુ કહેતા. કાંચનપુરના રાજાના મૃત્યુ પછી દૈવયોગે કરકંડુને ત્યાંનો રાજા બનાવવામાં આવ્યો. એક વાર તેણે ચંપાપુરના રાજા દધિવાહનને પત્ર લખ્યો, તેમાં એક બ્રાહ્મણને ગામ દેવાની વાત હતી. પરંતુ દધિવાહને તેનો અસ્વીકાર કર્યો. આથી કુપિત થઈ કરકંડુએ દધિવાહન ઉપર આક્રમણ કર્યું. તે વખતે સાધ્વી પદ્માવતીએ ત્યાં આવી પ્રગટ થઈ યુદ્ધનું નિવારણ કર્યું અને બાપ-દીકરાને એકબીજાની ઓળખાણ કરાવી. રાજા દધિવાહન ખૂબ ખુશ થયો અને વૃદ્ધાવસ્થાને કારણે કરકંડુને રાજયભાર સોંપી પોતે દીક્ષા લઈ લીધી. એક વાર પોતાની આજ્ઞાથી પુષ્ટ કરવામાં આવેલ બળદને વખત જતાં વૃદ્ધ થયેલો જોઈ રાજા કરકંડુ સંસારથી વિરક્ત થઈ ગયા, તેઓ મુનિ બન્યા અને ભ્રમણ કરવા લાગ્યા. ૨. પાંચાલ દેશના કાંપિલ્યપુરના રાજાને સભાભવનનું નિર્માણ કરતી વખતે એક ચમકદાર મુકુટ મળ્યો, તેને ધારણ કરવાથી તે દ્વિમુખ બે મુખવાળો) દેખાવા લાગ્યો અને તેથી તેનું નામ દ્વિમુખ પડી ગયું. પછી મુકુટના પ્રભાવથી તે ઉજ્જયિનીના રાજા ૧. સર્ગ ર. ૧૨૮; ૧૧. ૧૨૭-૧૨૮, ૩૬૫, ૯. ૩પ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy