________________
૧પર
જૈન કાવ્યસાહિત્ય
તેની રચના આદિથી અંત સુધી અનુષ્ટ્ર, છંદમાં થઈ છે. તેમાં કુલ મળીને ૭૪૬ શ્લોક છે. તે ૧૧ લમ્બ (લક્ષ્મ)માં વિભક્ત છે. તે પૂર્વવર્તી રચના ગદ્યચિન્તામણિથી એ અર્થમાં ભિન્ન છે કે ગદ્યચિન્તામણિ તો સંસ્કૃત ગદ્યમાં ઓજપૂર્ણ ભાષામાં શૃંગાર આદિ રસોથી ભરપૂર રચાઈ છે અને પ્રૌઢમતિ જનો દ્વારા પઠનીય છે જ્યારે પ્રસ્તુત કૃતિ બહુ જ સરળ અને પ્રસાદગુણયુક્ત શૈલીમાં રચાઈ છે અને તેને સુકુમારમતિવાળા જનો બહુ જ સારી રીતે વાંચી સમજી શકે છે. આ કૃતિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કથાની સાથે સાથે નીતિ અને ઉપદેશ પણ સમાન્તર ચાલે છે. કવિ પ્રાયઃ શ્લોકના પૂર્વાર્ધમાં કથા કહેતા રહે છે અને સાથે સાથે ઉત્તરાર્ધમાં અર્થાન્તરન્યાસ દ્વારા કોઈ ને કોઈ નીતિ કે શિક્ષાની સુન્દર સૂક્તિ રજૂ કરે છે. ઉદાહરણાર્થ –
अबोधयच्च तां पत्नी लब्धबोधो महीपतिः । . तत्त्वज्ञानं हि जागति विदुषामातिसम्भवे ॥
૧. ૧૭ पराजेष्ट पुनस्तेन गवार्थं प्रहितं बलम् । स्वदेशे हि शशप्रायो बलिष्ठः कुञ्जरादपि ॥
२. ६४ मत्सरी कौरवेणायं भर्त्सनादयुयुत्सत । मत्सराणां हि नोदेति वस्तुयाथात्म्यचिन्तनम् ।।
૨૦. રૂબ કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા ઓડયદેવ વાદીભસિંહ છે. ગદ્યકાવ્ય ગદ્યચિન્તામણિના કર્તા અને આ કાવ્યના કર્તા એક જ હોવાનું અનુમાન છે. કેટલાક વિદ્વાન રચનાશૈલી અને શબ્દયોજનાની ભિન્નતાને કારણે બંને કૃતિઓના કર્તા એક હોવાની બાબતમાં સંદેહ કરે છે. કવિના ક્ષેત્ર અને સમય અંગે પણ વિવાદ છે. વી. શેષગિરિરાવના મતે કવિ કલિંગના ગંજામ જિલ્લાના રહેવાસી હતા. ગંજામ જિલ્લો તમિલનાડુની ઉત્તરે છે અને ઉડીસા પ્રાન્ત અન્તર્ગત છે. ત્યાં ઓડેય અને ગોડેય બે જાતિઓ રહે છે. સંભવતઃ કવિ ઓડેય જાતિના સરદારકુમાર
૧. ડૉ. હીરાલાલ જૈન, ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન, પૃ. ૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org