________________
૧૫૦
કહેવામાં આવ્યું છે કે જયદેવ વગેરે કવિઓએ જે ગદ્યપદ્યમયી કથાઓ રચી છે તે મંદબુદ્ધિઓને માટે કઠણ છે. હું મલ્લિષેણ વિદ્વજ્જનોના મનને હરનારી તે કથાને પ્રસિદ્ધ સંસ્કૃત વાક્યોમાં પદ્યપદ્ધ કરું છું.' આ કાવ્ય બહુ સરલ, સુગમ અને સુંદર છે.
કર્તા અને રચનાકાળ ! – આ કૃતિના કર્તા મલ્લિષેણ છે. ગ્રન્થના અન્તે આપેલી પ્રશસ્તિમાંથી કવિ અને કાવ્ય વિશે પર્યાપ્ત માહિતી મળે છે. તેના અનુસાર, તે પેલા અજિતસેનની શિષ્યપરંપરામાં થયા છે જે અજિતસેન ગંગનરેશ રાયમલ્લ અને તેમના મંત્રી તથા સેનાપતિ ચામુંડરાયના ગુરુ હતા અને જેમને નેમિચંદ્ર સિદ્ધાન્તચક્રવર્તીએ ‘ભુવનગુરુ’ કહ્યા છે. અજિતસેનના શિષ્ય કનકસેન, કનકસેનના શિષ્ય જિનસેન, અને જિનસેનના શિષ્ય મલ્લિષેણ. મલ્લિષેણે જિનસેનના અનુજ યા સતીર્થ નરેન્દ્રસેનને પણ ગુરુરૂપે યાદ કર્યા છે. તે ન્યાયવિનિશ્ચયવિવરણકાર વાદિરાજના સમકાલીન હતા. તેમનો સમય અગીઆરમી સદીનો અંત કે બારમીનો પ્રારંભ હોઈ શકે. તેમની અનેક રચનાઓ મળે છે, જેમકે મહાપુરાણ, ભૈરવપદ્માવતીકલ્પ, સરસ્વતીમન્ત્રકલ્પ, જ્વાલિનીકલ્પ, કામચાંડાલીકલ્પ. આમાંથી કેવળ મહાપુરાણનો રચનાકાળ જેઠ સુદ ૫, શકસંવત્ ૯૬૯ (વિ.સં. ૧૧૦૪) આપવામાં આવ્યો છે. અન્ય કૃતિઓનો રચનાકાળ આપવામાં આવ્યો નથી.
જીવન્ધરચરિત જૈનમાન્ય કામદેવોમાં જીવન્ધર તેવીસમા કામદેવ હતા. તેમના ચરિતને આધારે સંસ્કૃત અને તમિલમાં કવિઓએ ગદ્યકાવ્ય, ચમ્પકાવ્ય તથા સામાન્યકાવ્યોની રચના કરી છે. ગુણભદ્રકૃત ઉત્તરપુરાણના ૭૫મા અધ્યાયમાં જીવન્ધરની કથા સૌપ્રથમ જોવા મળે છે. અત્યાર સુધીમાં ઉપલબ્ધ થયેલી કૃતિઓની સૂચી નીચે આપી છે
—
૧. ક્ષત્રચૂડામણિ યા જીવન્ધરચરિત (લઘુકાવ્ય) ૨. ગદ્યચિન્તામણિ (ગદ્યકાવ્ય)
१. कविभिर्जयदेवाद्यैः गद्यैर्पद्यैर्विनिर्मितम्
यत्तदेवास्ति चेदत्र विषमं मन्दमेधसाम् । प्रसिद्धैः संस्कृतैर्वाक्यैर्विद्वज्जनमनोहरम् यन्मया पद्यबन्धेन मल्लिषेणेन रच्यते ॥ * * * * *
જૈન કાવ્યસાહિત્ય
तेनैषा कविचक्रिणा विरचिता श्रीपंचमी सत्कथा ।
૨. જિનરત્નકોશ, પૃ. ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
વાદીભસિંહ ઓડયદેવ
..
,,
www.jainelibrary.org