SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જેન કાવ્યસાહિત્ય બનાવીને સૌરાષ્ટ્ર વગેરે દેશો, દ્વારિકા વગેરે નગરીઓ, વિવિધ વન, નગ, સરોવર વગેરેનાં સરસ પ્રાકૃતિક વર્ણનો આપવામાં આવ્યાં છે. એક બાજુ રકૃમિણી, સત્યભામા વગેરે કૃષ્ણની પત્નીઓના જીવનાલેખન દ્વારા સ્ત્રીસ્વભાવનું, તો બીજી બાજુ પ્રવાસ, યાત્રાઓ વગેરેના સુયોગ્ય ચિત્રણ દ્વારા પ્રાચીન પુરુષોની પરદેશપ્રવાસકુશળતા અને યુદ્ધાદિ વર્ણનોમાં નીતિરીતિપરાયણતાનું દર્શન કરાવવામાં આવ્યું છે. કાવ્યમાં ક્યાંક ક્યાંક વસંત, કામકેલિ વગેરે દ્વારા યુવકોનું મનોરંજન કરવામાં આવ્યું છે તો ક્યાંક ક્યાંક આવતાં-જતાં પક્ષીઓ અને અંગફુરણ અને તેમનાં ફલાફલની સૂચના શકુનશાસ્ત્ર પ્રમાણે આપવામાં આવી છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થોની સફળતા દર્શાવવામાં કવિએ પોતાની કુશળતા પ્રગટ કરી છે. કર્તા અને રચનાકાળ – કવિએ પોતાનો અતિ સંક્ષિપ્ત પરિચય પ્રત્યેક સર્ગમાં આપ્યો છે તથા અન્તમાં વિસ્તારપૂર્વક વંશાવલી આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તે તપાગચ્છમાં હીરવિજયસન્સાનીય શાન્તિચન્દ્ર વાચકના શિષ્ય રત્નચન્દ્રગણિ થયા. આ કૃતિ તેમણે સૂરતમાં સં. ૧૬૭૪ના આસો મહિનાની વિજયાદસમીના દિવસે પૂર્ણ કરી હતી. ૧ રત્નચન્દ્રગણિએ નાની મોટી અનેક રચનાઓ કરી હતી એ વાત આ કૃતિના પ્રત્યેક સર્ગના સમાપ્તિવાક્યમાંથી જાણવા મળે છે. તે અનુસાર ભક્તામરસ્તવ, ધર્મસ્તવ, ઋષભવીરસવ, કૃપારસકોષ, અધ્યાત્મકલ્પદ્રુમ, નૈષધમહાકાવ્યવૃત્તિ, રઘુવંશકાવ્યવૃત્તિ આદિ અનેક કૃતિઓ તેમની છે. નાગકુમારચરિત – બાવીસમાં કામદેવ નાગકુમારનું ચરિત શ્રુતપંચમી વ્રતનું માહાસ્ય પ્રગટ કરવા માટે જૈન કવિઓએ કથાબદ્ધ કર્યું છે. આ ચરિત ઉપર મહાકવિ પુષ્પદન્તની અપૂર્વ કૃતિ નાયકુમારચરિઉ અપભ્રંશમાં છે પરંતુ સંસ્કૃતમાં પણ કેટલીય રચનાઓ થઈ છે જેનું સંક્ષિપ્ત વિવરણ નીચે આપ્યું છે. ૧. રત્નયોગીન્દ્ર કે રત્નાકર પાંચ સર્ગ સમય અજ્ઞાત ૨. શિખામણિ સમય અજ્ઞાત ૩. જિનસેનશિષ્ય મલ્લેિષણ ૫૦૦ શ્લોકપ્રમાણ ૧૧-૧૨મી સદી ૪. ધર્મધર કે ધર્મવીર પ૩ પત્ર, પ્રત્યેકમાં સમય અજ્ઞાત ૧૦ પંક્તિ અને પ્રત્યેક પંક્તિમાં ૩૨ અક્ષર ૧. યુગમુનિસશશિવર્ષે (૨૬૭૪) મારી વિનયવિવસે . सूरतबन्दरे महोपाध्यायश्रीरत्नचन्द्रगणिभिः विरचितम् ॥ त्रिसहस्रा पंचशती पुनरेकोनसप्ततिः श्लोकानाम् (३५६९) ૨. જિનરત્નકોશ, પૃ. ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy