________________
૧૩૬
જેન કાવ્યસાહિત્ય
નૈષધીયચરિતનો પ્રભાવ દેખાય છે. આ પ્રસંગમાં અનેક ભાવસામ્ય અને શબ્દસામ્ય જણાય છે. આ નલાયન કાવ્યમાં બાર વર્ષ સુધીના નલદમયન્તી વિરહનું વર્ણન અતિ અદૂભુત છે. જુગારમાં આસક્ત લોકોની થતી દુર્દશાનું નિરૂપણ ખૂબ રોમાંચક છે. પ્રસંગે પ્રસંગે અનેક ચમત્કારી ઘટનાઓનું વર્ણન છે. આ કૃતિમાં શકુન્તલા, કલાવતી અને તિલકમંજરીની અવાન્તરકથાઓ પણ રોચક છે.
આ બૃહત્ કથામાં અનેક પાત્રો છે પરંતુ નલ અને દમયન્તી સિવાય બીજા કોઈ પણ પાત્રના ચરિત્રનો વિકાસ નથી થયો. આમાં નાયક નલનું ચરિત્રનિરૂપણ અતિ ભવ્ય છે. નાયિકા દમયન્તીનું પણ પતિપરાયણ ભારતીય નારીના રૂપમાં ઉત્કૃષ્ટ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં પ્રકૃતિવર્ણન પણ વિવિધ રૂપે થયું છે. નલાયનની શ્રેષ્ઠતાનું મોટું શ્રેય તો પ્રકૃતિ અને માનવજીવનની વચ્ચેના તાદાભ્યની સ્થાપનાને જાય છે. પાત્રોનાં સૌન્દર્યચિત્રણમાં કવિએ દમયન્તીનું નખશિખ સુરેખ સુન્દર ચિત્તાકર્ષક વર્ણન કર્યું છે તથા નલના સમગ્ર સૌન્દર્યનું ઉદાત્ત-ભવ્ય ચિત્રણ કર્યું છે. આ પરંપરાગત કથાનકમાં કવિએ પોતાના સમયની રૂઢિઓ, પરંપરાઓ, માન્યતાઓ અને રીતિ-રિવાજોના પ્રસંગે પ્રસંગે ઉલ્લેખ કરીને સામાજિક અધ્યયન માટે પર્યાપ્ત સામગ્રી રજૂ કરી છે.
પૌરાણિક કાવ્ય હોવા છતાં તેમાં બીજા પૌરાણિક કાવ્યોની જેમ જૈનધર્મના સિદ્ધાન્તો અને નિયમોના પ્રતિપાદનનું બાહુલ્ય નથી. તેમાં ધાર્મિક નિયમોનું વિવેચન સવિસ્તર ક્રમશઃ ક્યાંય આપ્યું નથી પરંતુ ક્યાંક ક્યાંક એટલું સંક્ષેપમાં આપ્યું છે કે કથાપ્રવાહ ક્યાંય મંદ કે શિથિલ બનતો નથી.
આ કાવ્યમાં પ્રધાન રસ શાન્ત જ છે છતાં બાકીના બધા રસોની પણ સુંદર યોજના યોગ્ય પ્રસંગોએ થઈ છે. અલંકારોનો પ્રયોગ સ્વાભાવિક અને કાવ્યતત્ત્વને પોષક છે. શબ્દાલંકારોમાં યમક, અનુપ્રાસ અને વીસાનો પ્રયોગ અધિક થયો છે. તેમાં પાંડિત્યપ્રદર્શનાર્થે ક્લિષ્ટ, કૃત્રિમ અને શ્લેષયુક્ત પદોનો પ્રયોગ થયો
૧. સ્કન્ધ ૨, સર્ગ ૪. ૪-૫, સર્ગ ૮, ૪૪-૪૯; સ્કન્ધ ૧, સર્ગ ૨. ૩૦-૩૧, ૩૭-૩૯,
સર્ગ ૧૨. ૧૪-૧૫ આદિ. ૨. સ્કન્ધ ૨, સર્ગ ૧૪. ૩૦-૩૧; સ્કન્ધ ૫, સર્ગ ૨૧. ૬૮, સર્ગ ૭.૨ ૩. સ્કન્ધ ૨, સર્ગ ૯.૮; સ્કન્ધ૩, સર્ગ ૯. ૨૨, ૨૭, ૩૪-૩૬; સ્કન્ધ ૪, સર્ગ ૧. ૭, ૮,
૧૦, સર્ગ ૬. ૬૫-૬૭, ૭૨-૭૩. ૪. સ્કન્ધ૪, સર્ગ ૫. પ૧-પર; સ્કન્ધ ૫, સર્ગ ૫. ૧૮ ૫. સ્કન્ધ ૧, સર્ગ ૧૪. ૪૯, સર્ગ ૭. ૩૨, ૩૮; સ્કન્ધ ૩, સર્ગ ૧૧.૧૩; સ્કન્ધ ૪, સર્ગ
૪. ૩૦-૩૩, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org