SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ચાર અધ્યાય છે અને કુલ ૩૧૦૬ શ્લોક છે. કૃતિ પ્રસાદગુણથી ભરપૂર એવું એક સંસ્કૃત કાવ્ય છે. તેમાં જન્મથી જ ઓરમાન ભાઈઓની પજવણીથી કંટાળી શ્રીચન્દ્ર માતાપિતાને છોડી એક વિણના ઘરમાં ઉછરે છે, પછી યુવાન થયા પછી દેશદેશાન્તરોમાં તેનું ભ્રમણ, અનેક રૂપવતી કન્યાઓ સાથે તેનાં લગ્ન, અનેક અદ્ભુત કાર્યોનું તેનું પ્રદર્શન, અંતે માતાપિતા સાથે તેનું મિલન, સામ્રાજ્યપાલન વગેરેનું આલેખન તેમ જ તેની તપસ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. વચ્ચે વચ્ચે અનેક પ્રાકૃત પદ્યો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. આ કૃતિનો આધાર કોઈ પ્રાચીન પ્રાકૃત રચના છે. જૈન કાવ્યસાહિત્ય કર્તા અને રચનાકાળ કૃતિના અંતે આપવામાં આવેલા નીચેના પઘથી જણાય છે કે સં. ૫૯૮માં સિદ્ધર્ષિએ કોઈ પ્રાકૃત ચરિત્રના આધારે આ કૃતિ સંસ્કૃતમાં રચી : वस्वंकेषुमिते वर्षे (५९८), श्रीसिद्धर्षिरिदं महत् । प्राक् प्राकृतचरित्राद्धि, चरित्रं संस्कृतं व्यवधात् ॥ પરંતુ આ રચના એટલી પ્રાચીન લાગતી તો નથી. આ કૃતિની અન્ય એક પ્રતિમાં તેને ગુણરત્નસૂરિની કૃતિ માનવામાં આવી છે. આપણને ગુણરત્નસૂરિનો વિશેષ પરિચય મળતો નથી. જો આ પ્રસિદ્ધ કૃતિ ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા સિદ્ધર્ષિ દ્વારા રચાઈ હોય તો તેનો ઉપર જણાવેલો સમય બરાબર નથી. સિદ્ધર્ષિ (ઈ.સ. ૯૦૬) દસમી શતાબ્દીના વિદ્વાન હતા. આ રચનામાં ઉપમિતિભવપ્રપંચા જેવી ઉદાત્તતા પણ નથી. ર શ્રીચન્દ્રચરિત્ર નામની બે અન્ય રચનાઓનો પણ ઉલ્લેખ મળે છે. એકના કર્તા અજ્ઞાત છે અને બીજીના કર્તા આગમગચ્છના જયાનન્દસૂરિના શિષ્ય ૧. ચોથો અધ્યાય; જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૧૮૬ ૨. ઉક્ત શ્લોકમાં આપેલા સંવત્ને, ડૉ. મિરોનો (Mironow)એ પોતાના સન્ ૧૯૧૧માં સિદ્ધર્ષિ ઉ૫૨ લખેલા લેખમાં, ગુપ્ત સંવત્ માન્યો છે. તેથી વિ.સં. ૯૭૪ અને ઈ.સન્ ૯૧૭ આવે છે, અને આ રીતે તેની ઉપમિતિભવપ્રપંચાકથાની રચના (સં. ૯૬૨) સાથે સમકાલિકતા ઘટે છે. પરંતુ ગુપ્ત સંવત્નો આટલા પરવર્તી કાળ સુધી પ્રયોગ અન્યત્ર જોવા નથી મળતો. તેથી કૃતિને સિદ્ધર્ષિકૃત માનવી સંદેહગ્રસ્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy