SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પૌરાણિક મહાકાવ્ય અમમસ્વામિચરિત આ વિશાળ કૃતિમાં ભાવિતીર્થંકર અમમસ્વામીનું ચરિત ૨૦ સર્ગોમાં નિરૂપવામાં આવ્યું છે. તેમાં દસ હજારથી પણ વધુ શ્લોકો છે. તેમાં શ્રીકૃષ્ણનો જીવ આવનારી ઉત્સર્પિણીના ચોથા આરામાં અમમ નામના તીર્થંકર બનવાનો છે,એની કથા છે. પ્રસંગવશ પ્રથમ છ સર્ગોમાં જીવદયા ઉપર દામજ્ઞકકથા, તેની શિથિલતા ઉપર શૂદ્રકમુનિકથા, તેના ત્યાગ ઉપર નિમ્બકમુનિકથા, રહસ્યભેદ ઉપર કાકબંધકથા, મિત્રકાર્ય ઉપર દૃઢમિત્રકથા, પાંડિત્ય ઉપર સુન્દરી-વસન્તસેનાકથા તથા અવાન્તરમાં લોભનન્દી, સર્વાંગિલ, સુમતિ, દુર્મતિ, ધૂતકારકુન્દ, કમલશ્રેષ્ઠી, સતી સુલોચના, કામાંકુર, લલિતાંગ, અશોક, બ્રહ્મચારિભ⟩-ભાર્યા, દુર્ગવિપ્ર, તોલ રાજપુત્રની કથાઓ કહેવામાં આવી છે. તે પછી હિરેવંશની ઉત્પત્તિ, તેમાં મુનિસુવ્રત જિનેશ્વરના પૂર્વભવનું વર્ણન, ભૃગુકચ્છમાં અશ્વાવબોધતીર્થની ઉત્પત્તિ, મુનિસુવ્રતના વંશમાં ઈલાપતિરાજનું વર્ણન, ક્ષીરકદમ્બક-નારદ-વસુરાજ-પર્વતકથા, નન્દિષણકથા, કંસ તથા પ્રતિવાસુદેવ જરાસંધની ઉત્પત્તિ, વસુદેવચરિત્રકથા, ચારુદત્ત-રુદ્રદત્તકથા, તદન્તર્ગત મેષદેવકથિત યજ્ઞપશુહિંસાનો ઇતિહાસ, અથર્વવેદકર્તા પિપ્પલાદની ઉત્પત્તિ, નલદમયન્તીકથા, કુબેરદેવપૂર્વભવકથા – આ બધું પહેલા છ સર્ગોમાં આવે છે. તે પછી નેમિનાથનો જન્મ, કૃષ્ણજન્મ, દ્વારિકારચના, કૃષ્ણનો રાજ્યાભિષેક, ડુમિણીવિવાહ, પાંડવ-દ્રૌપદીસ્વયંવર, પ્રદ્યુમ્ન-શામ્બચરિત, જરાસંધવધ વગેરે, રાજીમતીવર્ણન, નેમિનાથદીક્ષા, દ્વારિકાદહન, કૃષ્ણમરણ, પાંડવશેષકથા, નેમિનાથમોક્ષગમન વગેરે; અવસર્પિણીથી ઉત્સર્પિણીનું આવવું, ભાવિજિન અમમનો જન્મ, બાલ્યાદિવર્ણન, વિવાહ-યૌવરાજ્ય, રાજ્યાભિષેક, સંમતિનૃપદીક્ષા, અમમદીક્ષા, કેવલજ્ઞાન, સમવસરણ, ધર્મદેશના, સમ્યક્ત્વ ઉપર સૂરરાજની કથા, ધર્મ ઉપર રાજપુત્ર પુષ્પસાર અને મંત્રીપુત્ર ક્ષેમંક૨ની કથા, અન્તે અમમસ્વામીના ગણધરોનું વર્ણન, તત્કાલીન સુન્દરબાહુ વાસુદેવ અને પ્રતિવાસુદેવ વજ્રબંધ પછી અમમસ્વામીના નિર્વાણનું વર્ણન છે. ૧૨૭ કર્તા - આ કૃતિના કર્તા ચન્દ્રગચ્છીય, પૂર્ણિમામતને પ્રગટ કરનાર શ્રીમાન્ ચન્દ્રપ્રભસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય સમુદ્રઘોધસૂરિના શિષ્ય મુનિરત્નસૂરિ છે. તેમણે આ ગ્રન્થ કોષાધ્યક્ષમંત્રી યશોધવલના પુત્ર બાલકવિ મંત્રી જગદેવની વિનંતીથી વિ.સં. ૧૨૫૨ના વર્ષમાં પત્તનનગરમાં રચ્યો હતો. તેનું સંશોધન ૧. પંન્યાસ મણિવિજય ગ્રન્થમાલા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૮, જિનરત્નકોશ, પૃ. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy