________________
પૌરાણિક મહાકાવ્ય
શ્રેયાંસનાથચરિત
અગીઆરમા તીર્થંકર ઉપર સંસ્કૃતમાં બે રચનાઓ મળે છે. તેમાં પ્રથમ છે માનતુંગસૂરિષ્કૃત'. આ કાવ્યમાં ૧૩ સર્ગ છે. તે ૫૧૨૪ શ્લોકપ્રમાણ છે. સર્ગોનાં નામ વર્જ્ય વિષયના આધારે છે. પ્રત્યેક સર્ગમાં એક જ છંદનો પ્રયોગ થયો છે, અને સર્ગાન્તે છંદ બદલાય છે. પ્રત્યેક સર્ગના અંતિમ પદ્યમાં તે સર્ગના કથાનકને પ્રસ્તુત કરવું એ શ્રેયાંસનાથચરિતની વિશેષતા છે. આમાં શ્રેયાંસનાથના કેવળ બે ભવોનું --નલિનીંગુલ્મ અને મહાશુક્રદેવનું - જ વર્ણન છે. કાવ્યમાં રત્નસાર, સત્યકિશ્રેષ્ઠી, શ્રીદત્ત, કમલા આદિ અનેક અવાન્તર કથાઓ છે. તે કથાઓમાં ભવાન્તરવર્ણનોની પ્રધાનતા છે. સ્થાને સ્થાને જૈનધર્મના સિદ્ધાંતો, ઉપદેશો અને સ્તોત્રોનું વર્ણન છે. કથાનકમાં અનેક અપ્રાકૃત અને અલૌકિક તત્ત્વોનો સમાવેશ છે. તેમ છતાં આ કાવ્યમાં કથાનકના પ્રવાહમાં ગતિ અને પ્રબન્ધાત્મકતા છે. કેટલીક અવાન્તર કથાઓ હોવા છતાં પણ શ્રેયાંસનાથચરિતના કથાનકમાં શૈથિલ્ય આવતું નથી.
ee
આ ચરિતનાં મુખ્ય પાત્રોમાં ભુવનભાનુ, નલિનીગુલ્મ અને શ્રેયાંસનાથ છે. નલિનીગુલ્મ અને ભુવનભાનુનાં ચરિત્રોમાં તો કંઈક વિકાસ થયો છે. શ્રેયાંસનાથના ચરિત્રમાં કોઈ સ્વતન્ત્ર વ્યક્તિત્વનું દર્શન થતું નથી. તેમનો જન્મ અને અન્ય મહોત્સવો અન્ય તીર્થંકરોની જેમ જ દર્શાવાયા છે. વિવિધ ઉપદેશોમાં તેમનું ઉપદેશકસ્વરૂપ દેખાય છે. કથાનકની પૃષ્ઠભૂમિ અને ઘટનાઓ તેમ જ ચરિત્રને અનુરૂપ વાતાવરણ નિર્માણ કરવા માટે પ્રકૃતિચિત્રણ કરવામાં આવ્યું છે. પાત્રોના રૂપવર્ણનમાં કવિએ વિશેષ રસ લીધો છે. જૈન ધર્મના અતિ પ્રચલિત નિયમોનું જ વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. કવિએ કઠિન દાર્શનિક સિદ્ધાન્તોના પ્રતિપાદન પ્રતિ પોતાની રુચિ દેખાડી નથી. સાહિત્યશાસ્ત્રમાન્ય વિવિધ રસોની યોજનામાં આ ચરિતના સર્જકને પર્યાપ્ત સફળતા મળી છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૪૦૦; જૈન આત્માનંદ સભા, ભાવનગર, વિશેષ પરિચય ડૉ. શ્યા. શં. દીક્ષિતલિખિત ‘૧૩-૧૪મી શતાબ્દીનાં જૈન સંસ્કૃત મહાકાવ્ય'માં આપવામાં આવ્યો છે.
૨. એજન, સર્ગ ૧. ૩૬-૩૭; ૫. ૨૫-૨૬, ૨૮, ૨૯; ૧૦. ૩૪-૩૬, ૫૫-૫૬ ૩. એજન, સર્ગ ૭: ૧૭૬, ૧૭૭, ૧૭૯, ૧૮૩, ૨૫૦, ૨૫૫
૪. એજન, સર્ગ ૧. ૨૧૬-૨૨૦, ૪૬૮-૭૦, ૨. ૨૩૩-૨૩૬; ૬. ૨૪૮-૨૫૧, ૨૫૩૨૫૪; ૧૦. ૮૭-૯૦, ૨૩૮-૨૪૦:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org