________________
વ્યાકરણ
હૈમ-લઘુવૃત્તિઢિકા (હંમલઘુવૃત્તિદીપિકા) :
સિ. શ.” પર મુનિશેખર મુનિએ ૩૨૦૦ શ્લોક-પ્રમાણ “હૈમલgવૃત્તિઢુંઢિકા” અપર નામ “હૈમલgવૃત્તિદીપિકા”ની રચના કરી છે. તેની વિ.સં. ૧૪૮૮માં લખાયેલી હસ્તલિખિત પ્રત મળે છે. લઘુવ્યાખ્યાનશ્રુઢિકા : - “સિ. શ.” પર ૩૨00 શ્લોક-પ્રમાણ ‘લઘુવ્યાખ્યાનઢુંઢિકાની કોઈ જૈનાચાર્યે લખેલી પ્રત સૂરતના જ્ઞાનભંડારમાં છે. ટુદ્ધિકા-દીપિકા?
આચાર્ય હેમચંદ્રસૂરિરચિત “સિદ્ધહેમશબ્દાનુશાસન'ના અધ્યાપન હેતુથી નિયુક્ત કરવામાં આવેલા કાયસ્થ અધ્યાપક કાકલ, જે હેમચંદ્રસૂરિના સમકાલીન હતા અને આઠ વ્યાકરણોના વેત્તા હતા, તેઓએ સિ. શ.” પર ૬૦૦૦ શ્લોકપરિમાણ એક વૃત્તિની રચના કરી હતી જે “લઘુવૃત્તિ કે “મધ્યમવૃત્તિના નામે પ્રસિદ્ધ હતી. “જિનરત્નકોશ' પૃ. ૩૭૬માં આ લgવૃત્તિને જ ઢંઢિકાદીપિકા' કહેવામાં આવી છે. તે ચતુષ્ક, આખ્યાત, કૃત, તદ્ધિત વિષયક છે. બૃહદ્વૃત્તિ-સારોદ્ધારઃ. - “સિદ્ધહેમશબ્દાનુશાસન'ની બૃહવૃત્તિ પર કોઈએ સારોદ્ધારવૃત્તિ નામની વૃત્તિની રચના કરી છે. તેની બે હસ્તલિખિત પ્રતો વિ. સં. ૧૫૨૧માં લખેલી મળે છે. જિનરત્નકોશ, પૃ. ૩૭૬માં તેનો ઉલ્લેખ છે. બૃહદ્વૃત્તિ-અવચૂર્ણિકા:
સિ. શ.” પર જયાનંદના શિષ્ય અમરચંદ્રસૂરિએ વિ. સં. ૧૨૬૪માં અવચૂર્ણિકા'ની રચના કરી છે. તેમાં ૭૫૭ સૂત્રોની બૃહદ્વૃત્તિ પર અવચૂરિ છે. શેષ ૧૦૭ સૂત્રો તેમાં લેવામાં નથી આવ્યા. આચાર્ય કનકપ્રભસૂરિકત “લઘુન્યાસ'ની સાથે ઘણા અંશે આ અવસૂરિ મળતી આવે છે. ઘણી વાતો અમરચંદ્ર નવી પણ કહી
અવચૂર્ણિકા (પૃ. ૪-૫)માં કહેવામાં આવ્યું છે કે પ્રથમ સાત અધ્યાય ચતુષ્ક, આખ્યાત, કૃત અને તદ્ધિત–આ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. સંધિ, નામ, કારક અને સમાસ – આ ચારેયના સમુદાયરૂપ “ચતુષ્ક' છે, તેમાં ૧૦ પાદ છે.
૧. આ ગ્રંથ “દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી છપાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org