________________
પ્રથમ પ્રકરણ
વ્યાકરણ
વ્યાકરણની વ્યાખ્યા કરતાં કોઈએ આ પ્રમાણે કહ્યું છે :
"प्रकृति-प्रत्ययोपाधि-निपातादि विभागशः ।
यदन्वाख्यानकरणं शास्त्रं व्याकरणं विदुः ॥" એટલે કે પ્રકૃતિ અને પ્રત્યયોના વિભાગ દ્વારા પદોનું અન્વાખ્યાન-સ્પષ્ટીકરણ કરનાર શાસ્ત્ર ‘વ્યાકરણ” કહેવાય છે.
વ્યાકરણ દ્વારા શબ્દોની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરી શકાય છે. વ્યાકરણનાં સૂત્રો સંજ્ઞા, વિધિ, નિષેધ, નિયમ, અતિદેશ અને અધિકાર - આ છ વિભાગોમાં વિભક્ત છે. પ્રત્યેક સૂત્રનાં પદચ્છેદ, વિભક્તિ, સમાસ, અર્થ, ઉદાહરણ અને સિદ્ધિ - આ છ અંગો હોય છે. સંક્ષેપમાં કહીએ તો ભાષા-વિકૃતિને અટકાવીને ભાષાનું બંધારણ સમજાવનારું શાસ્ત્ર વ્યાકરણ છે.
વૈયાકરણોએ વ્યાકરણના વિસ્તાર અને દુષ્કરતા તરફ ધ્યાન દોરતાં વ્યાકરણના અધ્યયન માટેની પ્રેરણા આ રીતે આપી છે :
"બનતપાનિ શરિä,
स्वल्पं तथाऽऽयुर्बहवश्च विघ्नाः । सारं ततो ग्राह्यमपास्य फल्गु,
- હંસો યથા ક્ષીરનિવામથ્થાત્ ” એટલે કે વ્યાકરણ-શાસ્ત્રનો અંત નથી, આયુષ્ય અલ્પ છે અને વિનો ઘણાં છે, માટે હંસ જેમ પાણી ભેળવેલા દૂધમાંથી ફક્ત દૂધ જ પીવે છે, તેમ નિરર્થક વિસ્તારને છોડીને સારરૂપ (વ્યાકરણ) ગ્રહણ કરવું જોઈએ.
જો કે વ્યાકરણનાં વિસ્તાર અને ગહનતામાં ન પડીએ તો પણ ભાષાના પ્રયોગોમાં અનર્થ ન થાય અને આપણા વિચાર લૌકિક અને સામયિક શબ્દો દ્વારા બીજાને સ્પષ્ટ અને સારી રીતે સમજાવી શકીએ તે માટે વ્યાકરણનું જ્ઞાન નિતાન્ત આવશ્યક છે. વ્યાકરણથી જ તો જ્ઞાન મૂર્તિમંત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org