________________
૨૫૨
લાક્ષણિક સાહિત્ય ૧. સિંહની ગરદનના વાળ ખૂબ ગાઢ હોય છે, રંગ સોનેરી પરંતુ પાછલી તરફ કંઈક શ્વેત હોય છે. તે બાણની જેમ ખૂબ તેજીથી દોડે છે.
૨. મૃગેન્દ્રની ગતિ મંદ અને ગંભીર હોય છે, તેની આંખો સોનેરી અને મૂછો ખૂબ મોટી હોય છે, તેના શરીર પર જાત જાતના કેટલાય ચાઠાં હોય છે.
૩. પંચાસ્ય ઉછળી ઉછળી ચાલે છે, તેની જીભ મોની બહાર લટકતી રહે છે, તેને ઊંઘ ખૂબ આવે છે, જ્યારે ત્યારે પણ જુઓ તે નિદ્રામાં જ જોવા મળે છે.
૪. હર્યક્ષને દરેક સમયે પરસેવો જ છૂટતો રહે છે. ૫. કેસરીનો રંગ લાલ હોય છે જેમાં કરચલી પડેલી જોવા મળે છે. ૬. હરિનું શરીર ખૂબ નાનું હોય છે.
અંતે ગ્રંથકારે બતાવ્યું છે કે પશુઓનું પાલન કરવાથી અને તેમની રક્ષા કરવાથી ખૂબ પુણ્ય થાય છે. તેઓ મનુષ્યની સદાય સહાયતા કરે છે. ગાયની રક્ષા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
પુસ્તકના બીજા ભાગમાં પક્ષીઓનું વર્ણન છે. પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે કે પ્રાણીઓને પોતાના કર્માનુસાર જ અંડજ યોનિ પ્રાપ્ત થાય છે. પક્ષીઓ ખૂબ ચતુર હોય છે. ઈંડા ક્યારે ફોડવાં જોઈએ, તે વિષયમાં તેમનું જ્ઞાન જોઈ ખૂબ આશ્ચર્ય થાય છે. પક્ષીઓ જંગલ અને ઘરનો શૃંગાર છે. પશુઓની જેમ તે પણ કેટલીય રીતે મનુષ્યોના સહાયક હોય છે. | ઋષિઓએ બતાવ્યું છે કે જે પક્ષીઓને પ્રેમથી નથી પાળતા અને તેમની રક્ષા નથી કરતા તેઓ આ પૃથ્વી પર રહેવા યોગ્ય નથી.
ત્યાર બાદ હંસ, ચક્રવાક, સારસ, ગરુડ, કાગડો, બગલો, પોપટ, મોર, કબૂતર વગેરેના કેટલાય પ્રકારના ભેદોનું સુંદર અને રોચક વર્ણન કરવામાં આવ્યું છે.
આ ગ્રંથમાં કુલ મળી લગભગ ૨૨૫ પશુ-પક્ષીઓનું વર્ણન છે. તુરંગપ્રબંધ:
મંત્રી દુર્લભરાજે “તુરંગપ્રબંધ' નામક કૃતિની રચના કરી છે પરંતુ આ ગ્રંથ હજી સુધી પ્રાપ્ત થયો નથી. આમાં અશ્વોના ગુણોનું વર્ણન હોવું જોઈએ. રચના-સમય વિ.સં.૧૨૧૫ લગભગ છે. હરિપરીક્ષા
જૈન ગૃહસ્થ વિદ્વાન દુર્લભરાજે (વિ.સં.૧૨૧૫ આસપાસ) હસ્તિપરીક્ષા અપરનામ ગજપ્રબંધ કે ગજપરીક્ષા નામક ગ્રંથની રચના ૧૫૦૦ શ્લોકપ્રમાણ કરી છે. જૈન ગ્રંથાવલી, પૃ. ૩૬૧માં આનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org