________________
રત્નશાસ્ત્ર
૨૪૫
છે. આ જ રીતે ઘટ્ટ કાળા માણેક માટે “ચિપ્પડિયા” (દેશ્ય) શબ્દનો પ્રયોગ કર્યો છે. હીરા માટે “ફાર' શબ્દનો પ્રયોગ આજે પણ પ્રચલિત છે.
એવું જણાય છે કે માળવા હીરાના વેપાર માટે પ્રસિદ્ધ હતું, કેમકે ફેરૂએ શુદ્ધ હીરા માટે “માલવી' શબ્દનો પ્રયોગ કર્યો છે.
પન્ના માટે ઘણી-બધી નવી વાતો કહી છે. ઠક્કર ફરૂના સમયમાં નવી અને જૂની ખાણોના પન્નામાં તફાવત થઈ ગયો હોય એમ જણાય છે, કેમકે ફેરૂએ ગરુડોગાર, કીડઉઠી, વાસવતી, મૂગલની અને ધૂલિમરાઈ – આવા તત્કાલીન પ્રચલિત નામોનો પ્રયોગ કર્યો છે.' ૨. રત્નપરીક્ષા:
સોમ નામક કોઈ રાજાએ “રત્નપરીક્ષા' નામક ગ્રંથની રચના કરી છે. આમાં “મૌક્તિકપરીક્ષાના અંતે રાજાના નામનો પરિચાયક શ્લોક આ મુજબ
૩ત્પત્તિરવર-છાયા-જુન-તોષ-મુનાજુમન્ !
तोलनं मौल्यविन्यासः कथितः सोमभूभुजा ॥ આ સોમ રાજા કોણ હતા, ક્યારે થયા અને કયા દેશમાં થયા, તે જાણી શકાયું નથી. તેઓ જૈન હતા કે અજૈન, તે પણ નથી જાણી શકાયું. તેમની શૈલી અન્ય રત્નપરીક્ષા વગેરે ગ્રંથો જેવી જ છે. પ્રસ્તુત ગ્રંથમાં ૧. રત્નપરીક્ષા શ્લોક ૨૨, ૨. મૌક્તિકપરીક્ષા શ્લોક ૪૮, ૩. માણિજ્ય પરીક્ષા શ્લોક ૧૭, ૪. ઈન્દ્રનીલપરીક્ષા શ્લોક ૧૫, ૫. મરકતપરીક્ષા શ્લોક ૧૨, ૬. રત્નપરીક્ષા શ્લોક ૧૭, ૭. રત્નલક્ષણ શ્લોક ૧૫ – આ મુજબ કુલ મળી ૧૪૬ અનુષ્ટ્ર, શ્લોકો છે. આ નાનો હોવા છતાં પણ અતિ ઉપયોગી ગ્રંથ છે. આમાં રત્નોની ઉત્પત્તિ, ખાણ, છાયા, ગુણ, દોષ, શુભ, અશુભ, તોલ અને મૂલ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. સમસ્તરત્નપરીક્ષા :
જૈન ગ્રંથાવલી, પૃ. ૩૬૩માં “સમસ્તરત્નપરીક્ષા' નામક કૃતિનો ઉલ્લેખ છે. તે ૬૦૦ શ્લોકપ્રમાણ હોવાનો પણ નિર્દેશ છે, કર્તાના નામ વગેરેનો કંઈ પણ ઉલ્લેખ નથી.
૧. આ ગ્રંથ “રત્નપરીક્ષાદિ-સપ્તગ્રંથસંગ્રહમાં પ્રકાશિત છે. પ્રકાશક છે – રાજસ્થાન - પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, સન્ ૧૯૬૧. ૨. આની હસ્તલિખિત પ્રત પાલીતાણાના વિજયમોહનસૂરીશ્વરજી હસ્તલિખિત શાસ્ત્રગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org