________________
બાવીસમું પ્રકરણ
નીતિશાસ્ત્ર
નીતિવાક્યામૃતઃ
જે રીતે ચાણક્ય ચન્દ્રગુપ્ત માટે “અર્થશાસ્ત્રની રચના કરી હતી તે જ રીતે આચાર્ય સોમદેવસૂરિએ “નીતિવાક્યામૃત'ની રચના વિ.સં. ૧૦૨૫માં રાજા મહેન્દ્ર માટે કરી હતી. સંસ્કૃત ગદ્યમાં સૂત્રબદ્ધ શૈલીમાં રચિત આ કૃતિ ૩૨ સમુદેશોમાં વિભક્ત છે : ૧. ધર્મસમુદેશ, ૨. અર્થસમુદેશ, ૩. કામસમુદેશ, ૪. અરિષવર્ગ, ૫. વિદ્યાવૃદ્ધ, ૬. આવિક્ષિકી, ૭, ત્રયી, ૮. વાર્તા, ૯. દંડનીતિ, ૧૦. મંત્રી, ૧૧. પુરોહિત, ૧૨. સેનાપતિ, ૧૩, દૂત, ૧૪. ચાર, ૧૫. વિચાર, ૧૬. વ્યસન, ૧૭. સ્વામી, ૧૮. અમાત્ય, ૧૯, જનપદ, ૨૦. દુર્ગ, ૨૧. કોષ, ૨૨. બલ, ૨૩. મિત્ર, ૨૪. રાજરક્ષા, ૨૫. દિવસનુષ્ઠાન, ૨૬. સદાચાર, ૨૭. વ્યવહાર, ૨૮. વિવાદ, ૨૯. ષાગુર્યો, ૩૦. યુદ્ધ, ૩૧. વિવાહ અને ૩૨. પ્રકીર્ણ.
આ વિષયસૂચીથી એ જાણી શકાય છે કે આ ગ્રંથમાં રાજા અને રાજયશાસનવ્યવસ્થાવિષયક પ્રચુર સામગ્રી આપવામાં આવી છે. અનેક નીતિકારો અને મૃતિકારોના ગ્રંથોના આધારે આ ગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આચાર્ય સોમદેવે પોતાના ગ્રંથમાં કૌટિલ્યના “અર્થશાસ્ત્ર”નો આધાર લીધો છે અને કેટલીય જગ્યાએ સમાનતા હોવા છતાં પણ ક્યાંય પણ કૌટિલ્યના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
આચાર્ય સોમદેવની દૃષ્ટિ કેટલીક જગ્યાએ કૌટિલ્યથી અલગ અને વિશિષ્ટ પણ છે. સોમદેવના ગ્રંથમાં ક્વચિત જૈનધર્મનો ઉપદેશ પણ જોવા મળે છે. કેટલાય સૂત્રો સુભાષિત જેવા છે અને કૌટિલ્યની રચનાથી અલ્પાક્ષરી અને મનોરમ છે.
નીતિવાક્યામૃત'ના કર્તા આચાર્ય સોમદેવસૂરિ દેવસંઘના યશોદેવના શિષ્ય નેમિદેવના શિષ્ય હતા. તેઓ દાર્શનિક અને સાહિત્યકાર પણ હતા. તેમણે ત્રિવર્ગમહેન્દ્રમાતલિસંકલ્પ, યુક્તિચિંતામણિ, ષષ્ણવતિપ્રકરણ, સ્યાદ્વાદોપનિષત્,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org