________________
(૨૨) त्रयी हृदयसन्दोहसाररूपं सुखप्रदम् । सूत्रैः पञ्चशतैर्युक्तं शताधिककरणैस्तथा ॥ अष्टाध्यायसमायुक्तमति गूढं मनोहरम् । जगतामतिसंधानकारणं शुभदं नृणाम् । अनायासाव्योमयानस्वरू पज्ञानसाधनम्। वैमानिकाधिकरणं कथ्यतेऽस्मिन् यथामति ॥ संग्रहाद् वैमानिकाधिकरणस्य यथाविधि ।
लिलेख बोधानन्दवृत्त्याख्यांव्याख्यां मनोहरम् ।।" અર્થાત્ પોતાની પહેલાંના આચાર્યોના શાસ્ત્રોનું પૂર્ણરૂપે અધ્યયન કરી સહુના હિત અને સુકરતા માટે આ ‘વૈમાનિક અધિકરણ'ને ૮ અધ્યાય, ૧૦૦ અધિકરણ અને પOO સૂત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને વ્યાખ્યા શ્લોકોમાં નિબદ્ધ કરી છે. આગળ લખે છે –
"तस्मिन् चत्वारिंशतिकाधिकार सम्प्रदर्शितम् ।
नानाविमानवैचित्र्यरचनाक्रमबोधकम् ॥" ભાવ છે : ભરદ્વાજ ઋષિએ અતિ પરિશ્રમ કરી મનુષ્યોના અભીષ્ટ ફલપ્રદ ૪૦ અધિકારોથી યુક્ત “યત્રસર્વસ્વ' ગ્રંથ રચ્યો અને તેમાં જુદા-જુદા વિમાનોની વિચિત્રતા અને રચનાનો બોધ ૮ અધ્યાય, ૫૦૦ સૂત્રો દ્વારા કરાવ્યો.
આટલો વિશાળ વૈમાનિક સાહિત્ય ગ્રંથ હતો જે લુપ્ત છે અને આ સમયે માત્ર વડોદરા પુસ્તકાલયમાંથી એક લઘુ હસ્તલિખિત પ્રતિલિપિ માત્ર ૫ સૂત્રોની જ મળી છે. બાકીના સૂત્રો ન જાણે ગુમ થઈ ગયા કે કોઈ બીજાના હાથે ચડી ગયા. અમારા એક મિત્ર એન. બી. ગાદ્રએ અમને તાંજોરથી એક વાર લખ્યું હતું કે ત્યાં એક નિર્ધન બ્રાહ્મણ પાસે આ વિમાન-શાસ્ત્રનાં ૧૫ સૂત્રો છે, પરંતુ અમને દુ:ખ છે કે અમે શ્રી ગાની પ્રેરણા હોવા છતાં પણ તે સૂત્રો ખરીદીને પણ ન લઈ શક્યા. તેણે ન આપ્યા. કેટલી શોચનીય વાત તથા સ્થિતિ છે.
આ પ્રાપ્ત લઘુ પુસ્તિકામાં સહુથી પહેલાં પ્રાચીન વિમાનસંબંધી ૨૫ વિજ્ઞાનગ્રંથોની સૂચી આપવામાં આવી છે. જેમકે :
शक्तिसूत्र-अगस्त्यकृत;सौदामिनीकला-ईश्वरकृत; अंशुमन्तंत्रम्-भरद्वाजकृत; यन्त्रसर्वस्व-भरद्वाजकृत; आकाशशास्त्रम्-भरद्वाजकृत; वाल्मीकिगणितंवाल्मीकिकृत इत्यादि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org