________________
દસમું પ્રકરણ
શકુન શકુનરહસ્યઃ
વિ.સં. ૧૨૭૦માં ‘વિવેકવિલાસ'ની રચના કરનાર વાયડગચ્છીય જિનદત્તસૂરિએ “શકુનરહસ્ય' નામક શકુન શાસ્ત્રવિષયક ગ્રંથની રચના કરી છે. આચાર્ય જિનદત્તસૂરિ કવિશિક્ષા' નામક ગ્રંથની રચના કરનાર આચાર્ય અમરચન્દ્રસૂરિના ગુરુ હતા.
શકનરહસ્ય' નવ પ્રસ્તાવોમાં વિભક્ત પદ્યાત્મક કૃતિ છે. આમાં સંતાનના જન્મ, લગ્ન અને શયનસંબંધી શકુન, પ્રભાતમાં જાગ્રત હોવાના સમયનાં શકુન, દાતણ અને સ્નાન કરવાનાં શકુન, પરદેશ જવાના સમયનાં શકુન અને નગરમાં પ્રવેશ કરવાનાં શકુન, વર્ષા-સંબંધી પરીક્ષા, વસ્તુના મૂલ્યમાં વૃદ્ધિ અને ઘટ, મકાન બનાવવા માટે જમીનની પરીક્ષા, જમીન ખોદતાં નીકળેલી વસ્તુનાં ફળ, સ્ત્રીને ગર્ભ નહીં રહેવાનાં કારણો, સંતાનોનાં અપમૃત્યવિષયક ચર્ચા, મોતી, હીરા વગેરે રત્નોના પ્રકાર અને તદનુસાર તેમનાં શુભાશુભ ફળ વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.' શકુનશાસ્ત્રઃ
શુકનશાસ્ત્ર'—જેનું બીજું નામ “શકુનસારોદ્ધાર છે–ની વિ.સં.૧૩૩૮માં આચાર્ય માણિક્યસૂરિએ રચના કરી છે. આ ગ્રંથમાં ૧. દિથાન, ૨. ગ્રામ્યનિમિત્ત, ૩. તિત્તિરિ, ૪.દુર્ગા, ૫. લદ્રાગૃહોલિકાભુત, ૬. વૃક, ૭. રાત્રેય ૮. હરિણ, ૯. ભષણ,
૧. પં. હીરાલાલ હંસરાજે સાનુવાદ “શકુનરહસ્યનું “શકુનશાસ્ત્ર' નામે સન્ ૧૮૯૯માં
જામનગરથી પ્રકાશન કર્યું છે. ૨. સારું કારીયઃ સુનાવેઃ પીયૂષનેતન્ રવાંવાર |
माणिक्यसूरिः स्वगुरुप्रसादाद् यत्पानतः स्याद् विबुधप्रमोदः ॥ ४१ ।। वसु-वह्नि-वह्नि-चन्द्रेऽब्दे श्वकयुजि पूर्णिमातिथौ रचितः । शकुनानामुद्धारोऽभ्यासवशादस्तु चिद्रूपः ।। ४२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org