________________
૧૮૪
લાક્ષણિક સાહિત્ય પંચાંગનયનવિધિઃ
ઉપર્યુક્ત મહિમોદય મુનિએ “પંચાંગનયન વિધિ' નામના ગ્રંથની રચના વિ.સં. ૧૭૨રની આસપાસ કરી છે. ગ્રંથના નામ પરથી જ વિષય સ્પષ્ટ છે. તેમાં અનેક સારણીઓ આપી છે, જેનાથી પંચાંગના ગણિતમાં સારી સહાયતા મળે છે. આ ગ્રંથ પણ હજી પ્રકાશિત થયો નથી. તિથિસારણી
પાર્શ્વચન્દ્રગચ્છીય વાઘજી મુનિએ તિથિસારણી' નામના મહત્ત્વપૂર્ણ જયોતિષગ્રંથની વિ.સં. ૧૭૮૩માં રચના કરી છે. તેમાં પંચાંગ બનાવવાની પ્રક્રિયા દર્શાવી છે. આ ગ્રંથ “મકરન્દસારણી” જેવો છે. લીંબડીના જૈન ગ્રંથભંડારમાં તેની પ્રતિ છે. યશોરાજીપદ્ધતિ : | મુનિ યશસ્વસાગર, જેમને જસવંતસાગર પણ કહેતા હતા, વ્યાકરણ, દર્શન અને જ્યોતિષના ધુરંધર વિદ્વાન હતા. તેમણે વિ.સં. ૧૭૬૨માં જન્મકુંડલી વિષયક યશોરાજીપદ્ધતિ' નામનો વ્યવહારોપયોગી ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથના પૂર્વાર્ધમાં જન્મકુંડળીની રચનાના નિયમો પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા ઉત્તરાર્ધમાં જાતકપદ્ધતિ અનુસાર સંક્ષિપ્ત ફળ જણાવવામાં આવ્યું છે. ગ્રંથ પ્રકાશિત થયો નથી. રૈલોક્યપ્રકાશ :
આચાર્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય હેમપ્રભસૂરિએ “મૈલોક્યપ્રકાશ' નામના ગ્રંથની રચના વિ.સં. ૧૩૦૫માં કરી છે. ગ્રંથકારે આ ગ્રંથનું નામ “મૈલોક્યપ્રકાશ” કેમ રાખ્યું તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે :
त्रीन् कालान् त्रिषु लोकेषु यस्माद् बुद्धिः प्रकाशते ।
तत् त्रैलोक्यप्रकाशाख्यं ध्यात्वा शास्त्रं प्रकाश्यते ॥ આ તાજિક-વિષયક ચમત્કારી ગ્રંથ ૧૨૫૦ શ્લોકાત્મક છે. કર્તાએ લગ્નશાસ્ત્રનું મહત્ત્વ દર્શાવતાં ગ્રંથના પ્રારંભે જ કહ્યું છે કે :
म्लेच्छेषु विस्तृतं लग्नं कलिकालप्रभावतः ।
प्रभुप्रसादमासाद्य जैने धर्मेऽवतिष्ठते । આ ગ્રંથમાં જયોતિષ-યોગોના શુભાશુભ ફળોના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે અને માનવજીવનસંબંધી અનેક વિષયોનો ફળાદેશ બતાવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org