________________
પ્રાચીન ભારતની વિમાન-વિદ્યા
ખૂબ
પ્રાચીન ભારતની આત્મ-વિદ્યા, તેનો દાર્શનિક વિવેક અને વિચારોનો મહિમા તથા ગરિમા તો સર્વ સ્વીકૃત જ છે. પશ્ચિમી દેશોના દાર્શનિક વિચારકોએ તેની ખૂબ। પ્રશંસા રૂપે નાના-મોટા અનેક ગ્રંથો લખ્યા છે. જો ભારત પોતાની અધ્યાત્મવિદ્યામાં જગદ્ગુરુ હતું તો પોતાની વૈજ્ઞાનિક વિદ્યા, વૈભવ અને સમૃદ્ધિમાં પણ અદ્વિતીય હતું, તે ઈતિહાસસિદ્ધ વાત છે. નાલંદા તથા તક્ષશિલા વિશ્વવિદ્યાલયો તે વાતનાં જ્વલંત સાક્ષી છે. પ્રાચીન ભારતના વેપારીઓ જ્યારે ચારે તરફ દેશ-દેશાંતરોમાં પોતાના વિકસિત વિજ્ઞાનથી ઉત્પાદિત અનેક પ્રકારની સામગ્રી લઈ જતા હતા, તો તે દેશોના નિવાસી ભારતને એક અતિ વિકસિત તથા સમૃદ્ધ દેશ સ્વીકારતા હતા અને આ દેશ તરફ ખેંચાઈ આવતા હતા. કોલંબસ આ જ ભારતની શોધમાં નીકળ્યો હતો પરંતુ દિશા ભૂલી જવાને કારણે જ તેને અમેરિકા દેશ મળ્યો અને તેના સમીપવર્તી દ્વીપોને તે ભારત સમજ્યો તથા ત્યાંના લોકોને ‘ઈન્ડિયન', અને દ્વીપો પછીથી પશ્ચિમ ભારત (West Indies) તરીકે ઓળખાવા લાગ્યા. તેને પોતાની ભૂલની ખબર પછીથી પડી. આ જ ભારતને પ્રાપ્ત કરી તેનો વૈભવ લૂંટવાના ઈરાદાથી જ એલેક્ઝાંડર અને મહમ્મદ ઘોરી તથા ગજની તેની તરફ આકર્ષાયા હતા. કહેવાનો આશય એ છે કે પ્રાચીન ભારત વિજ્ઞાન-વિદ્યા તથા કલા-કૌશલ્યમાં પણ પ્રવીણતા અને પરાકાષ્ઠાએ પહોંચેલ હતું. તેની વસ્તકલાઓ અદશ્ય વસ્ત્ર ઉત્પન્ન કરતી એટલે કે વિશ્વમાં અનુપમેય વસ્ત તૈયાર કરતી હતી એ પણ ઐતિહાસિક વાતો છે. મહારાજા ભોજના કાળમાં પણ અનેક પ્રકારની કળાઓ, યંત્રો તથા વાહનોનું વર્ણન પ્રાપ્ત થાય છે. પ્રતિ કલાક સો યોજન દોડતો ‘અશ્વ’, સ્વયં ચાલનાર ‘પંખો’ વગેરેનું પણ વર્ણન મળે છે. તે સમયના ઉપલબ્ધ ગ્રંથોમાં એમ પણ લખ્યું છે કે રાજા-મહારાજાઓ પાસે અંગત વિમાનો હતાં.
ઋગ્વેદ (૮. ૧૧. ૭ તથા ૧. ૧૧૮. ૧, ૪)માં ઘેરથ, ઘેડનસ: અર્થાત્ આકાશગામી રથ, કે ક્ષેન-બાજ પક્ષી વગેરેની ગતિવાળા આકાશગામી યાન બનાવવાનું વિધાન કેટલીય જગ્યાએ મળે છે. વાલ્મીકીય રામાયણમાં લખ્યું છે કે શ્રીરામચન્દ્રજી રાવણ પર વિજય મેળવી, તેના ભાઈ વિભીષણ તથા અન્ય અનેક મિત્રો સાથે એક જ વિશાળકાય ‘પુષ્પક’ વિમાનમાં બેસી અયોધ્યા પાછા ફર્યા હતા. રામાયણમાં ઉક્ત ઘટના નિમ્નોક્ત શબ્દોમાં વર્ણિત છે :–
*→
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org