________________
જ્યોતિષ
૧૬૯
पढमाणुओगे कासी जिणचक्किदसारचरियपुव्वभवे । ।
कालगसूरी बहुयं लोगाणुओगे निमित्तं च ॥ ગણહરહોરા (ગણધરહોરા) :
ગણહરહોરા' નામક આ કૃતિ કોઈ અજ્ઞાતનામા વિદ્વાને રચી છે. તેમાં ૨૯ ગાથાઓ છે. મંગલાચરણમાં મિશ્રણ ફંદ્રપૂરું' ઉલ્લેખ હોવાથી આ કોઈ જૈનાચાર્યની રચના પ્રતીત થાય છે. તેમાં જયોતિષ-વિષયક હોરાસંબંધી વિચારો છે. તેની ૩ પત્રોની એક પ્રત પાટણના જૈન ભંડારમાં છે. પ્રશ્નપદ્ધતિ :
- ‘પ્રશ્નપદ્ધતિ' નામક જયોતિષવિષયક ગ્રંથની હરિશ્ચન્દ્રગણિએ સંસ્કૃતમાં રચના કરી છે. કર્તાએ નિર્દેશ કર્યો છે કે ગીતાર્થચૂડામણિ આચાર્ય અભયદેવસૂરિના મુખેથી પ્રશ્નોને અવધારણ કરીને તેમની કૃપાથી આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ કર્તાએ પોતાના હાથે પાટણના અન્નપાટકમાં ચાતુર્માસની અવસ્થિતિના સમયે લખ્યો છે. જોઈસદાર (જ્યોતિર્ધાર) :
જોઈસદાર' નામક પ્રાકૃત ભાષાની ૨ પત્રોની એક કૃતિ પાટણના જૈન ભંડારમાં છે. તેના કર્તાનું નામ અજ્ઞાત છે. તેમાં રાશિ અને નક્ષત્રો વડે શુભાશુભ ફળોનું વર્ણન કરવામાં આવ્યું છે. જોઈ ચક્કરિયાર (જ્યોતિષ્મકવિચાર) :
જૈન ગ્રંથાવલી (પૃ. ૩૪૭)માં “જો ઈસચક્કરિયાર' નામક પ્રાકૃત ભાષાની કૃતિનો ઉલ્લેખ છે. આ ગ્રંથનું પરિમાણ ૧૫૫ ગંથાગ્ર છે. તેના કર્તાનું નામ વિનયકુશલ મુનિ નિર્દિષ્ટ છે. ભુવનદીપકઃ
ભુવનદીપક'નું બીજું નામ “ગ્રહભાવપ્રકાશ' છે. તેના કર્તા આચાર્ય પદ્મપ્રભસૂરિ છે. તેઓ નાગપુરીય તપાગચ્છના સંસ્થાપક છે. તેમણે વિ.સં. ૧૨૨૧માં ‘ભુવનદીપક'ની રચના કરી હતી.
१. ग्रहभावप्रकाशाख्यं शास्त्रमेतत् प्रकाशितम् ।
जगद्भावप्रकाशाय श्रीपद्मप्रभसूरिभिः ॥ ૨. આચાર્ય પદ્મપ્રભસૂરિએ “મુનિસુવ્રતચરિત'ની રચના કરી છે, જેની વિ.સં. ૧૩૦૪માં
લખાયેલ પ્રતિ જેસલમેર-ભંડારમાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org