________________
૧૬૨
લાક્ષણિક સાહિત્ય
કથન હોય અને બીજા જેમાં અજ્ઞાત રાશિના વર્ગનો નિર્દેશ હોય છે.
ગણિતસાર સંગ્રહમાં ચોવીસ અંક સુધીની સંખ્યાઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે જેનાં નામ આ પ્રમાણે છે: ૧. એક, ૨. દશ, ૩. શત, ૪. સહસ્ર, ૫. દશસહસ્ર, ૬. લક્ષ, ૭. દશલક્ષ, ૮. કોટિ, ૯. દશકોટિ, ૧૦. શતકોટિ, ૧૧. અબ્દ, ૧૨.
બુંદ, ૧૩. ખર્વ, ૧૪. મહાપર્વ, ૧૫.પા, ૧૬. મહાપા, ૧૭. લોણી, ૧૮. મહાક્ષણી, ૧૯. શંખ, ૨૦. મહાશંખ, ૨૧. ક્ષિતિ, ૨૨. મહાક્ષિતિ, ૨૩, ક્ષોભ, ૨૪ મહાક્ષોભ.
અંકો માટે શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમ કે – ૩ માટે રત્ન, ૬ માટે દ્રવ્ય, ૭ માટે તત્ત્વ, પન્નગ અને ભય, ૮ માટે કર્મ, તન, મદ અને ૯ માટે પદાર્થ ઇત્યાદિ. મહાવીરાચાર્ય બ્રહ્મગુપ્તકૃત “બ્રાહ્મસ્ટ્રટસિદ્ધાંત' ગ્રંથથી પરિચિત હતા. શ્રીધરની “ત્રિશતિકા'નો પણ તેમણે ઉપયોગ કર્યો હતો એમ જણાય છે. તેઓ રાષ્ટ્રકૂટ વંશના શાસક અમોઘવર્ષ નૃપતુંગ (સન્ ૮૧૪ થી ૮૭૮)ના સમકાલીન હતા. તેમણે “ગણિતસારસંગ્રહની ઉત્થાનિકામાં તેની ખૂબ પ્રશંસા કરી છે.
આ કૃતિમાં જિનેશ્વરની પૂજા, ફલપૂજા, દીપપૂજા, ગંધપૂજા, ધૂપપૂજા ઈત્યાદિ વિષયક ઉદાહરણો અને બાર પ્રકારના તપ તથા બાર અંગો-દ્વાદશાંગીનો ઉલ્લેખ હોવાથી મહાવીરાચાર્ય નિઃસંદેહ જૈનાચાર્ય હતા એવો નિર્ણય કરી શકાય છે.' ગણિતસારસંગ્રહ-ટીકા :
દક્ષિણ ભારતમાં મહાવીરાચાર્યરચિત.“ગણિતસાર-સંગ્રહ સર્વમાન્ય ગ્રંથ રહ્યો છે.
આ ગ્રંથ પર વરદરાજ અને અન્ય કોઈ વિદ્વાને સંસ્કૃતમાં ટીકાઓ લખી છે. ૧૧મી શતાબ્દીમાં પાવુસૂરિમલ્લે તેનો તેલુગુ ભાષામાં અનુવાદ કર્યો છે. વલ્લભ નામના વિદ્વાને કન્નડમાં તથા અન્ય કોઈ વિદ્વાને તેલુગુમાં વ્યાખ્યા કરી છે. ષત્રિશિકાર
મહાવીરાચાર્યે “પત્રિશિકા' ગ્રંથની પણ રચના કરી છે. તેમાં તેમણે બીજગણિતની ચર્ચા કરી છે.
* ૧. આ ગ્રંથ મદ્રાસ સરકારની અનુમતિથી પ્રો. રંગાચાર્યે અંગ્રેજી ટિપ્પણોની સાથે સંપાદિત
કરીને સન્ ૧૯૧૨માં પ્રકાશિત કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org